Fri,26 April 2024,10:02 pm
Print
header

યુક્રેનમાં પરમાણુ હુમલાનો વધ્યો ખતરો, રશિયન સેનાએ પરમાણુ મિસાઈલ ફાયરિંગની શરૂ કરી પ્રેક્ટિસ- Gujarat Post

યુક્રેનઃ છેલ્લા 70 દિવસથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધમાં પરમાણુ હુમલાનો ખતરો વધી રહ્યો છે. રશિયાએ બુધવારે કહ્યું છે કે તેના દળોએ પરમાણુ મિસાઇલ ફાયરિંગનો અભ્યાસ શરૂ કરી દીધો છે. સિમ્યુલેટર પર આધારિત પરમાણુ મિસાઇલની આ કવાયત રશિયાના કેલિનિનગ્રાડમાં કરવામાં આવી હતી. 70 દિવસ સુધી ચાલેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યાં ગયા છે અનેક લોકોને પોતાનાં ઘર છોડવાં પડ્યાં છે. આ સંખ્યા બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી વધુ હોવાનું કહેવાય છે.રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, તેના સૈન્યએ મિસાઇલ્સથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પ્રહાર કર્યાં છે.

24 ફેબ્રુઆરીએ યુક્રેન પર થયેલા હુમલા બાદથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ વારંવાર પરમાણુ હુમલાની ચેતવણી આપી છે.યુરોપિયન યુનિયનના સભ્યો પોલેન્ડ અને લિથુઆનિયા વચ્ચે સ્થિત બાલ્ટિક સમુદ્ર પરના રશિયન સૈન્ય મથક પર દાવપેચ દરમિયાન પરમાણુ-સક્ષમ ઇસ્કેન્ડર બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમના કૃત્રિમ ઇલેક્ટ્રોનિક પ્રક્ષેપણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.સંભવિત વળતા હુમલાને ટાળવાના ઉપાયો પણ ચકાસવામાં આવી રહ્યાં છે.

રેડિયેશન અને રાસાયણિક અસરોનું પણ મૂલ્યાંકન

પરમાણુ કવાયતમાં, હુમલાના રેડિયેશન અને રાસાયણિક અસરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ કવાયતમાં 100 થી વધુ રશિયન સૈનિકો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર 24 ફેબ્રુઆરીના હુમલા બાદથી તેમના દેશના પરમાણુ દળને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે. ગહન સંકટને ધ્યાનમાં રાખીને રશિયા તરફથી ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા ઘણી વખત વ્યક્ત કરવામાં આવી હતી.

જો પશ્ચિમી દેશો હસ્તક્ષેપ કરશે તો ખતરો વધશે

બીજી તરફ રશિયન ડિફેન્સ હેડક્વાર્ટર ક્રેમલિને કહ્યું કે જો પશ્ચિમ યુક્રેનમાં હસ્તક્ષેપ કરશે તો ઝડપી બદલો લેવામાં આવશે. નિષ્ણાતો કહે છે કે રશિયાની સરકારી ચેનલોએ તાજેતરમાં જ દેશના પરમાણુ શસ્ત્રોના ઉપયોગ વિશે લોકોને ઘણી વખત જાગૃત કર્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch