Fri,26 April 2024,5:50 pm
Print
header

રશિયાની સ્કૂલમાં ગોળીબારમાં 9 લોકોનાં મોત, હુમલાખોરે પોતાને પણ મારી ગોળી- Gujarat Post

રશિયાઃ ઈઝહેવ્સ્કની એક સ્કૂલમાં ગોળીબારની ઘટના સામે આવી છે. રશિયાની સત્તાવાર ટીએએસએસ ન્યૂઝ એજન્સીએ સમાચાર આપ્યાં છે. ગોળીબાર ઇઝેવ્સ્કની શાળા નંબર 88 માં થયો હતો. હુમલાખોરે શા માટે ગોળીબાર કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.રશિયાના ઇઝહેવસ્ક શહેરમાં એક બંદૂકધારીએ એક સ્કૂલમાં ગોળીબાર કર્યો છે. 

ટેલિગ્રામ મેસેન્જર એપ પર ગવર્નર એલેકઝાન્ડર બ્રાચલોવે કહ્યું કે રાહત અને બચાવ ટીમો સ્કૂલ પહોંચી ગઈ છે. મૃતકોમાં બાળકોનો સમાવેશ થાય છે. બાદમાં હુમલાખોરે પોતાને ગોળી મારી હતી. રશિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આ ગોળીબારમાં 9 લોકોના મોત થયા છે અને 20 ઘાયલ થયા છે.પોલીસ દ્વારા આ વિસ્તારને કોર્ડન કરીને વધુ તપાસ થઇ રહી છેે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch