Thu,02 May 2024,5:40 am
Print
header

દુનિયાભરમાં જય શ્રી રામ....બ્રિટનની સંસદ સહિત દુનિયાના અનેક દેશોમાં રામ મંદિરને લઇને ભવ્ય ઉજવણી

અયોધ્યાઃ દેશ અને દુનિયાના અનેક દેશો આજે રામ મંદિરને લઇને જશ્નમાં ડૂબ્યાં છે, દેશભરમાં રામ મંદિરને લઇને ઉજવણી કરાઇ રહી છે, હવે બ્રિટનની સંસદમાં ભગવાન રામના નવા મંદિરના ઉદ્ધઘાટન પહેલા ઉજવણી થઇ છે, અહીં સાંસદોએ ભગવાન રામની પૂજા કરીને ઉજવણી કરી હતી.

બ્રિટનમાં જય શ્રી રામ.....ઉજવણીનો માહોલ

ભારતીય મૂળના નેતાઓ રહ્યાં હાજર

સંસદમાં શંખ ધ્વનિ અને ભગવાન શ્રીરામના નારા સાથે ઉજવણી કરાઇ હતી અને ભારતને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયમાં પણ હિન્દુઓ રામ મંદિરને લઇને ઉજવણી કરી રહ્યાં છે. 22 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘઘાટન કરશે, મોદીના હાથે ભગવાનનો અભિષેક થશે, આ કાર્યક્રમમાં હજારો સાધુ સંતો અને નેતાઓ હાજર રહેશે.

લાઇટોથી શણગારમાં આવ્યું છે અયોધ્યા

ભારતમાં રામ મંદિરને લઇને લોકોમાં જોશ જોવા મળી રહ્યો છે, અંદાજે 500 વર્ષ પછી ભગવાન રામનું મંદિર અહીં બની રહ્યું છે, સાધુ સંતો પણ મંદિરને લઇને ઉત્સાહમાં છે, આ દિવસે દેશભરમાં સરકારી કચેરીઓમાં અડધી રજા જાહેર કરવામાં આવી છે, મોદીએ રામમંદિરને લઇને ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે. અયોધ્યાના લોકોમાં પણ મંદિરને લઇને ઉત્સાહ છે, રામ નગરીને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch