Fri,19 April 2024,4:20 am
Print
header

અસહ્ય ગરમી વચ્ચે ગોંડલમાં પવન અને કરા સાથે વરસાદ, આજે અમદાવાદમાં યલો યલર્ટ

રાજકોટઃ ગોંડલ પંથકમાં અસહ્ય ગરમી વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો આવતા પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે થોડી ઠંડક પ્રસરી ગઇ હતી.જામવાડી, મોટા ઉમવાડા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. એક તરફ હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, જો કે કેટલાક શહેરોમાં તાપમાનનો પારો યથાવત રહેશે. અમદાવાદમાં એક દિવસ માટે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી રહી શકે છે.

જમીન સૂકી થઈ હોવાથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જોકે, ભેજનું પ્રમાણ વધવા લાગશે તેમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે. આ સિવાય ગાંધીનગર, રાજકોટ, અમરેલી, કંડલા, ભૂજ, વલ્લભ વિદ્યાનગરમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ રહેશે, પરંતુ વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch