Fri,26 April 2024,6:39 am
Print
header

દારૂબંધી પર રાજનીતિ ! અશોક ગેહલોતે કહ્યું ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ

રાજસ્થાન: ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર ધંધાને લઇને વિજય રૂપાણી સરકારની પોલ ખુલતી જાય છે, ફરીથી રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ભાજપ સરકારને ચેલેન્જ કરતા કહ્યું છે કે ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઇશ, અને દારૂ મળે તો વિજય રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઇએ, અગાઉ તેમને કહ્યું હતુ કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, ખુલ્લેઆમ દારૂનો ગેરકાયદેસર વેપાર થઇ રહ્યો છે.

વિજય રૂપાણીએ સમગ્ર મામલો ગુજરાતની જનતા પર નાખી દીધો છે અને ગેહલોતના નિવેદન પર કહ્યું છે કે તેમને ગુજરાતીઓને દારૂડિયા કહ્યાં છે, આ તો ગુજરાતની 6 કરોડ જનતાનું અપમાન છે,જો કે રૂપાણીએ જનતાના ખભાનો ઉપયોગ કરવા કરતા દારૂના અડ્ડાઓ બંધ કરાવી દેવા જોઇએ, કારણ કે ખુલ્લમ ખુલ્લા રાજ્યમાં દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે.પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ પણ કહ્યું છે કે ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાનની પાછળ જ દારૂના અડ્ડાઓ ધમધમે છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસે પણ આ મામલે રૂપાણી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch