Fri,26 April 2024,8:14 pm
Print
header

પંજાબમાં ભગવંત માનની પોલીસે દેખાવકારોને ફટકાર્યાં, લાઠીચાર્જમાં અનેક લોકો ઘાયલ

ચંદીગઢઃ એક તરફ પંજાબના સીએમ ભગવંત માન ગુજરાત આવીને લોકોને મોટા મોટા વાયદાઓ કરી રહ્યાં છે, બીજી તરફ તેમના પંજાબમાં તેમની પોલીસ દેખાવકારો પર તૂટી પડી હતી. સીએમ હાઉસ બહાર પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે જોરદાર લાઠીઓ વરસાવી હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ અત્યાચારના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે.

સંગરુરમાં આ ઘર્ષણને કારણે સ્થિતી બેકાબૂ બની હતી. મજૂર સંગઠનના લોકો પોતાની માંગોને લઇને અહીં પ્રદર્શન કરવા પહોંચ્યાં હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આમ આદમી સરકાર અને ભગવંત માન સામે સૂત્રોચ્ચાર કર્યાં હતા.

પ્રદર્શનકારીઓમાં ખેત મજૂરો મોટી સંખ્યામાં હતા, તેમને પ્લોટ અને પાકા મકાનોના વાયદાઓ પુરા કરવા  સરકાર સામે આ પ્રદર્શન કર્યું હતુ. મજૂરોને અહીં મનરેગામાં કામ કર્યાં પછી પણ વળતર ઝડપથી મળતું નથી, જેથી તેઓ સરકાર સામે આક્રોશમાં છે, સાથે જ તેમને રોજગારીની માંગ કરી છે. બેકાર લોકોમાં હવે આપ સરકાર સામે રોષ વધી રહ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch