Fri,26 April 2024,12:39 pm
Print
header

આખરે રાજ શેખાવતને આર્થિક રીતે ખતમ કરવામાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહને શું રસ છે ?

અમદાવાદઃ જનતા અને ખાસ કરીને યુવાનોના પ્રશ્નોને લઇને છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના સક્રિય છે જેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે સનસનીખેજ આક્ષેપ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર લગાવ્યાં છે. તેમને એક પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવતા કહ્યું કે પ્રદિપસિંહે તેમની સાથે રાજકીય કિન્નાખોરી રાખીને હોટલ પર દરોડા કરાવ્યાં છે અને તેમની સિક્યોરિટી એજન્સીનું લાઇસન્સ રદ કરવા નોટિસ આપી છે.

રાજ શેખાવતે કહ્યું છે કે મને આર્થિક રીતે ખતમ કરવાનું મોટું ષડયંત્ર કરાયું છે. પ્રદિપસિંહ જાડેજાના ઇશારે ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય પોલીસ તેમની પાછળ લાગી ગઇ છે. તેમને હવે પ્રદિપસિંહ અને ભાજપ સરકાર સામે જ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે મારા સામાજિક કામો ચાલુ જ રહેશે. તેમના પર ગમે એટલું દબાણ આવશે તો પણ તેઓ ઝુકવાના નથી તેઓ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આ મામલે આવેદનપત્ર આપશે, સાથે જ કહ્યું છે કે જો તેમને હેરાન કરવાનું ચાલુ રખાશે તો તેઓ વિધાનસભા સુધી કરણીસેનાના કાર્યકર્તાઓ સાથે કૂચ કરીને ન્યાય માંગશે.

પદ્માવત ફિલ્મ હોય કે ચીની બનાવટની વસ્તુઓ કે પછી સરકારી નોકરીઓમાં ગોટાળા હોય આ તમામ મામલે કરણીસેનાએ લડત આપી છે જેથી તે પહેલાથી જ સરકારની નજરમાં હતા હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે જેમના પર આરોપ છે તે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને રાજ શેખાવતને આર્થિક રીતે ખતમ કરવામાં શું રસ હોય શકે છે ?

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch