Sat,27 April 2024,1:28 am
Print
header

PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે, કરોડોના પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે  છે. તેઓ અંદાજે રૂ. 2000 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગ્રામીણ અને શહેરી આવાસનું ઉદ્ઘઘાટન કરશે.તેઓ ગિફ્ટ સિટીમાં રોકાણ કરતી ઘણી કંપનીઓના સીઈઓને મળવાના છે. સાંજે 5 વાગ્યે તેઓ દિલ્હી માટે રવાના થશે. પહેલા કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી દેશભરના લગભગ 91 હજાર શિક્ષકોને સંબોધિત કરશે. ગાંધીનગરમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 11 થી 13 મે દરમિયાન 29મી શિક્ષક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 91 હજાર શિક્ષકોએ ભાગ લીધો છે.

પીએમ નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

PM નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે આ પછી તેઓ સવારે 11 વાગ્યે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેશે. બપોરે 12 વાગ્યે તેઓ મહાત્મા મંદિર ખાતે અમૃત અવસર અને ઉદ્ઘઘાટન સમારોહમાં ભાગ લેશે. બપોરે 1.30 થી 2.30 દરમિયાન રાજભવનમાં અનામત, સંગઠન અને શાસનને લઈને બેઠક થશે. બપોરે 3 વાગ્યાની આસપાસ તેઓ ગિફ્ટ સિટીમાં વિવિધ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે, જેઓ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા માટે ફંક્શનમાં પહોંચશે અને 4 વાગ્યે તેઓ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો સાથે બેઠક કરશે. આ પછી તેઓ સાંજે 5 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

ગાંધીનગરમાં કુલપતિઓ સાથે બેઠક કરશે

દિલ્હી જતા પહેલા પીએમ નરેન્દ્ર મોદી તેમના છેલ્લા કાર્યક્રમમાં ગાંધીનગરમાં કેટલીક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો સાથે બેઠક કરશે. સાંજે 4-5 વાગ્યાની વચ્ચે તેઓ રાજભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે અને IFSC સેન્ટરને લઈને નવી યોજનાઓ અને નીતિઓ પર ચર્ચા કરશે. ગુજરાતમાં થયેલી અનેક કુદરતી આફતો અને દેશભરની અનેક મહત્વની ઘટનાઓ પણ શૈક્ષણિક સંમેલનમાં બતાવવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch