Tue,07 May 2024,10:27 am
Print
header

બેટ દ્રારકાની મુસાફરી હવે બનશે સરળ, PM મોદી 25મીએ ઓખા-બેટ સિગ્નેચર બ્રિજનું કરશે ઉદ્ઘઘાટન

દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ દ્વારકા ધામને મુખ્ય દ્વારકા સાથે જોડતા ઓખા-બેટ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘઘાટન કરશે. રૂ. 978 કરોડના ખર્ચે બનેલો આ 2.5 કિમી લાંબો પુલ દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક રહેવાસીઓ માટે મોટી રાહત બનશે. પાણીમાં બોટ દ્વારા કલાકોની મુસાફરી ઓછા સમયમાં પુરી થશે.

પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો ?

ધાર્મિક અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા બેટ દ્વારકાને મુખ્ય દ્વારકા સાથે જોડવા માટે એક વિશાળ પુલ બનાવવાની યોજના કેન્દ્ર સરકારે 2017માં શરૂ કરી હતી. ઓખાથી બેટ દ્વારકા સુધીના આ પુલના નિર્માણ પહેલા બેટ દ્વારકા સુધી માત્ર બોટ દ્વારા જ જઈ શકાતું હતું. 

દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ

ખૂબ જ સુંદર સિગ્નેચર બ્રિજની ડિઝાઇન અનોખી છે. બંને બાજુ ફૂટપાથને અડીને આવેલી દિવાલો પર ભગવદ્ ગીતાના અસંખ્ય શ્લોકો લખેલા છે. તેમજ બંને બાજુ ભગવાન શ્રી કૃષ્ણના અનોખા ચિત્રો કોતરવામાં આવ્યાં છે. તે હવે દેશનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ બની ગયો છે. ફૂટપાથના ઉપરના ભાગમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે, જે એક મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે.

PM અમૂલની સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અમૂલની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપશે. અમૂલ સહકારી મંડળીની સ્થાપના 1946માં થઈ હતી. આ ડેરી ગુજરાતના સહકારી વિભાગ હેઠળ સહકારી મંડળી દ્વારા સંચાલિત વિશ્વની સૌથી મોટી ડેરી છે. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાએ કહ્યું કે આ પ્રસંગે પીએમ મોદી આવવું એ સૌભાગ્યની વાત છે. હાલમાં ગુજરાતનો ડેરી ઉદ્યોગ રૂ. 1 લાખ કરોડને આંબી ગયો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch