Fri,26 April 2024,5:59 am
Print
header

જાણો, રેમડેસિવિર ઇન્જેક્શન વિવાદ મુદ્દે સી.આર.પાટીલે કોંગ્રેસને શું આપ્યો જવાબ ?

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે કોરોનાના ગંભીર દર્દીઓને સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની માર્કેટમાં ભારે અછત છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સુરતના ભાજપ કાર્યાલય પરથી રેમડેસિવિરના ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય પરથી આ ઇન્જેક્શન મળતા હોવાને કારણે મોટો વિવાદ થયો હતો અને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર અને સી.આર.પાટીલ પર ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યાં હતા આ બાબતે હવે પાટીલે કોંગ્રેસને વળતો જવાબ આપ્યો છે.

સી.આર.પાટીલે કોંગ્રેસને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, લોકોના જીવ બચાવવા માટે કાયદેસર રીતે 5 હજાર ઇન્જેક્શન મેળવવામાં આવ્યાં છે અને લોકોને આપવામાં આવ્યાં છે. કોંગ્રેસ ખોટી ધમકીઓ આપવાનું બંધ કરે કારણ કે, અમે પ્લેગ વખતે પણ ટ્રેટાસાઈકલોન નામના ઇન્જેક્શનના પડીકાની દવા બનાવીને લોકોને આપી હતી તે સમયે કોંગ્રેસે વિરોધ કર્યો ન હતો. કોંગ્રેસને કંઈ કરવું નથી માત્ર વિરોધ કરે છે. કોંગ્રેસની ધમકીઓથી ભાજપ ડરવાની નથી.

મહત્વની વાત એ છે કે, ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સી.આર.પાટીલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. ઉપરાંત સી.આર.પાટીલ રેમડેસિવિર ક્યાંથી લાવ્યાં અને તેમને ઇન્જેક્શન કોણે આપ્યાં તે બાબતે ગંભીર આક્ષેપો થયા છે. ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ સી.આર.પાટીલ સામે કાર્યવાહીની માંગ કરી છે. આ મુદ્દે હવે પાટીલે પોતાનું મૌન તોડ્યું છે કોંગ્રેસના આક્ષેપોને લઈને વળતો જવાબ આપ્યો છે કે, કોંગ્રેસની ધમકીઓથી તેઓ ડરવાના નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch