Sat,27 April 2024,1:05 am
Print
header

પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટ, PM મોદીએ કહ્યું વિરોધ કરતા દીકરાઓને સમજાવો જ્યોતિગ્રામ પહેલા કેવા દિવસો હતા -Gujarat post

PM મોદીએ ત્રિદિવસીય પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટ 2022નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ સરકારનો વિરોધ કરનારા પાટીદાર યુવાઓને ટકોર કરી

સુરતઃ પ્રધાનમંત્રી મોદીએ ત્રિદિવસીય પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટ 2022નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. સંબોધનમાં વડાપ્રધાન મોદીએ મહત્વપૂર્ણ વાતો કરીને પાટીદારોની પ્રસંશા કરી હતી.સાથે જ સરકારનો વિરોધ કરનારા પાટીદારોને ટકોર કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. રાજ્યમાં જ્યોતિગ્રામ યોજનાને લઈને કહ્યું કે પાટીદારોના છોકરાઓ અમારા વિરુદ્ધ ઝંડા લઈને વિરોધ કરવા નીકળે છે. એમને ખબર પણ નહીં હોય કે પહેલા વીજળી વગર કેવા દિવસો હતા. મુરદાબાદ મુરદાબાદ કરીને પાટીદારના છોકરાઓ વિરોધ કરવા નીકળી પડે છે. જ્યારે જ્યોતિગ્રામ યોજના આવી ત્યારે જ 20 થી 25 ઘંટી વાળું હીરાનું કારખાનું નાખવાનું શરૂ થયું, હીરાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો વતનમાં કારખાનું નાખતા થઈ ગયા છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે માત્ર જમીનો લેવી અને વેંચવી એ કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ શું આ જ કામ કરવાનું છે ? આજે હું તમને જુદા જ ક્ષેત્રમાં લઇ જવા માંગુ છું.  પ્રધાનમંત્રીએ ગગજીભાઈને કહ્યું કે ભલે આપણે આ સમિટ દર બે વર્ષે કરીએ, પણ મારું સૂચન છે કે સમાજના 10 થી 15 ગ્રુપ બનાવો, જેમાં 25-30 ટકા સમાજના અનુભવી વડીલો હોય,અને 40-50 ટકા યુવાનો હોય જેમને નવી દુનિયાની ખબર છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ યુવાનોને અલગ અલગ વિષયો વહેંચી દો, કે આ વિષયમાં ગુજરાત અને દેશમાં આગળ વધવા માટે શું શું જોઈએ. આવા નાના ગ્રુપ દ્વારા સરકારને નીતિઓ બનાવવા ડોક્યુમેન્ટેશન આપો. બેન્કિંગ સેક્ટરની નીતિઓમાં ક્ષતિ અંગે સરકારને જાણ કરો. પ્રધાનમંત્રીએ કહ્યું કે જો મારો સમય માંગશો તો દરેક ગ્રુપ સાથે ચર્ચાં પણ કરીશ.

નોંધનિય છે કે મોદીએ આંદોલનકારીઓ પાટીદાર યુવાનોને લઇને સમાજના આગેવાનોને આ મોટી ટકોર કરી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch