વર્ષો સુધી સાથે રહેલા ભાઇઓએ દુનિયા પણ સાથે જ છોડી
પાટણઃ મોટા ભાઇના મોતના સમાચાર મળતા જ નાના ભાઇએ પણ દુનિયાને અલવિદા કહી દીધુ. આ બનાવ છે પાટણનો, મોટા ભાઇના મોતના સીસીટીવી સામે આવ્યાં છે. તેઓ ચાલતા જતા હતા ત્યારે હાર્ટ એટેક આવતા રોડ વચ્ચે જ ઢળી પડ્યાં હતા. ત્યાં હાજર લોકો તેમને હોસ્પિટલ ખસેડે છે. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઇ ગયું હતું. આ સમાચાર નાના ભાઇને મળતાં તેઓ ઘરે બેઠાં બેઠાં જ ઢળી પડે છે અને તેમનું પણ મોત થઇ જાય છે.
મૃતક અરવિંદભાઈ (ઉ.વ-49) અને દિનેશભાઈ (ઉ.વ-45) પાટણ શહેરના રાણકી વાવ રોડ પર આવેલી દ્વારિકા હોમ્સ સોસાયટીમાં સાથે રહેતા હતા, પાટણ માર્કેટયાડમાં શ્રીરામ ફર્ટીલાઇઝર નામની દુકાનમાં સાથે જ બેસતા હતા. અરવિંદભાઈ પાટણ શહેરના માર્કેટયાર્ડમાં આવેલી નાગરિક શાખા બેંકમાં ચેક ભરવા ગયા હતા. જ્યાં ચેક ભરીને બહાર આવીને ખુરસી પર બેઠા હતા. ત્યાંથી ઉભા થઇને ચાલતાં ચાલતાં રોડ પર જતાં હતા, ત્યારે તેમને એટેક આવ્યો હતો. તેમને જનતા હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું.
અરવિંદભાઇના મોતના સમાચાર મળતાં દિનેશભાઇ દુકાનેથી ઘરે આવ્યાં હતા અને પરિવારજનોને આશ્વાસન આપતા હતા. તેવામાં તેમને ગભરાહટ થતાં તેઓ પણ ઢળી પડ્યા હતા. જેથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અરવિંદભાઇના મૃતદેહની અંતિમવિધીની તૈયારીઓ ચાલતી હતી, ત્યાં જ દિનેશભાઇએ પણ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. આ સમાચાર મળતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. બંને ભાઇઓની અંતિમવીધી સાથે જ કરાઇ હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિનીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ- Gujarat Post | 2023-03-28 11:53:36
પાટીલનો હુંકાર, આ વખતે પણ લોકસભાની તમામ 26 બેઠકો જીતવાની જ છે, સાથે જ વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થઇ જવી જોઇએ | 2023-03-26 17:38:53
અરવલ્લીઃ બાયડના તેનપુરમાં ફરીથી કોરોનાની એન્ટ્રી, 60 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું | 2023-03-21 07:03:48
હજુ ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેતરોમાં બગડી રહ્યાં છે ઉભા પાક | 2023-03-20 18:36:28