Fri,26 April 2024,1:07 pm
Print
header

POK માં પાકિસ્તાનનો વિરોધ કરી રહેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યાં, કહ્યું અમને ભારતમાં પાછા ભેળવી દો

બાલ્ટિસ્તાનઃ પાકિસ્તાનમાં સ્થિતિ ખૂબ જ ખરાબ ચાલી રહી છે. લોકો ભૂખમરા અને ગરીબી સામે ઝઝૂમી રહ્યાં છે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાનથી પાકિસ્તાન વિરુદ્ધ અવાજ ઉઠવા લાગ્યો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકોએ પાકિસ્તાન સરકાર પર તેમની સાથે ભેદભાવ કરવાના ગંભીર આરોપ લગાવ્યાં છે.અહીંના નારાજ લોકો હવે પીઓકેને ભારતમાં ભેળવવાની માંગ કરી રહ્યાં છે. શોષણ સામે અવાજ ઉઠાવતા લોકોમાં પાકિસ્તાન સામે આક્રોશ છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં આ દિવસોમાં પાકિસ્તાન સરકાર સામે લોકો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યાં છે.હજારો લોકો રસ્તા પર ઉતરીને સરઘસ કાઢી રહ્યાં છે. પીઓકેના લોકોની માંગ છે કે તેમને ભારતના લદ્દાખ ક્ષેત્રમાં ભેળવી દેવામાં આવે. આ માંગણી ઉગ્ર બનતા જ પાકિસ્તાન સરકારની ઉંઘ ઉડી ગઇ છે. વિરોધના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. આ રેલીમાં લોકોએ કારગિલ રોડ ખોલવાની માંગ કરી છે અને 'આર પારથી જોડ દો, કારગિલ ખોલો'ના નારા લગાવ્યાં હતા.

પાકિસ્તાનમાં ખાદ્ય સંકટ છે. આખો દેશ આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો છે. લોટ માટે લાંબી કતારો લાગી છે અને લોકોમાં સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આ અંગે લોકોમાં પાકિસ્તાન સરકાર સામે ગુસ્સો વધી રહ્યો છે. સાથે જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પણ સેના વિરુદ્ધ ખુલીને નિવેદન આપી રહ્યાં છે. હાલમાં જ પાકિસ્તાનને તાલિબાન તરફથી ચેતવણી પણ હુમલાની ધમકીઓ આપવામાં આવી છે, આમ પાકિસ્તાનમાં સ્થિતી તંગ બની રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch