Tue,07 May 2024,6:32 am
Print
header

ઉમેદવારોએ જાણવું જરૂરી, ગુજરાતમાં વધુ એક પરીક્ષા રહી મોકૂફ- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 25 થી 30 સપ્ટેમ્બર વચ્ચે લેવામાં આવનારી ખાતાકીય પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મોકૂફ રાખી છે. લોઅર લેવલ ખાતાકીય પરીક્ષા મોકૂફ રખાઈ છે. આગામી તારીખ 25થી 30 દરમિયાન પરીક્ષા લેવાનારી હતી.વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રખાઇ હોવાની જાહેરાત કરાઈ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત

લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા પછીથી લેવાશે

આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે એક પત્રમાં જણાવ્યું છે, કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું તારીખ 25-09-2023 થી 30-09-2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. ઉક્ત લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. મંડળ દ્વારા નવી તારીખ નક્કી કરવામાં આવ્યાં બાદ વેબસાઈટ પર નવી જાહેરાત કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch