Fri,26 April 2024,10:23 am
Print
header

Corona virus: ભારતમાં કોરોનાનો વધુ એક વેરિયન્ટ સામે આવતાં ફફડાટ, અઠવાડિયામાં જ ઘટવા લાગે છે વજન

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ધીમે ધીમે ઘટવા લાગ્યા છે પરંતુ કોરોનાનો વધુ એક વેરિયન્ટ સામે આવતાં ફફડાટ ફેલાયો છે. નવા વેરિયન્ટમાં કોરોના સંક્રમિત દર્દીનું વજન 7 દિવસમાં જ ઘટવા લાગે છે. આ વેરિયન્ટ સૌથી પહેલા બ્રાઝિલમાં જોવા મળ્યો હતો તે બાદ ભારતમાં આવ્યાંની પુષ્ટિ કરવામાં આવી છે અગ્રણી હિન્દી ન્યૂઝ વેબસાઈટના એક રિપોર્ટ પ્રમાણે  વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યુ છે કે બ્રાઝીલથી એક નહીં પરંતુ બે વેરિયન્ટ ભારતમાં આવ્યાં છે બીજો વેરિયન્ટ બી1.1.28.2 ઘણો ઝડપી છે.

આ વેરિયન્ટ ખૂબ ઝડપથી શરીરનું વજન ઓછું કરે છે અને ડેલ્ટાની જેમ એન્ટીબોડી ક્ષમતા ઘટાડી નાંખે છે. પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના ડો. પ્રજ્ઞા યાદવના કહેવા મુજબ આ વેરિયન્ટ વિદેશથી આવેલા બે લોકોમાં જોવા મળ્યો હતો. જેનો જીનોમ સીક્વેસિંગ કર્યાં બાદ પરીક્ષણ કરતાં આ વાતની ખબર પડી હતી. હજુ સુધી ભારતમાં આ વેરિયન્ટના વધુ મામલા સામે આવ્યાં નથી જ્યારે ડેલ્ટા  વેરિયન્ટના મામલાની સંખ્યા વધી રહી છે તેથી સતર્કતા જરૂરી છે કારણ કે તે એન્ટીબોડીનું સ્તર પણ ઘટાડે છે, જેનાથી ફરીથી સંક્રમિત થવાની આશંકા વધી જાય છે. સરકારે વિદેશથી પરત ફરેલા તમામ મુસાફરોના સેમ્પલનું જીનોમ સિક્વેસિંગ ફરજિયાત કર્યું છે. તેથી નવા વેરિયન્ટ અંગે ખબર પડી છે વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ 9 લોકોના સેમ્પલનું સિક્વેસિંગ કરવામાં આવ્યું હતું. રિકવરી થયા બાદ બંને રોગીમાં કોઈ લક્ષણ જોવા મળ્યું ન હતું પરંતુ સેમ્પલના સિક્વેસિંગ બાદ આ વેરિયન્ટ સામે આવ્યો હતો. જે બાદ થોડા દિવસમાં એક વ્યકિતનું મોત થયું હતું. આ દરમિયાન તેના ફેફસાની વિકૃતિ અંગે ખબર પડી હતી ઉપરાંત એન્ટીબોડી પણ ઘટી ગઈ હતી

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch