Fri,26 April 2024,11:23 am
Print
header

ઓક્ટોબરમાં 21 દિવસ બંધ રહેશે બેંકો, ઓનલાઈન સેવાઓ સાથે કરવું પડશે કામ- Gujarat Post

ઓક્ટોબર મહિનામાં બેંકમાં રજાઓની સંખ્યા વધુ, ગ્રાહકોએ બેંકિંગ માટે વિવિધ બેંકોની ઓનલાઈન સેવાઓ પર નિર્ભર રહેવું પડશે. 

UPI, મોબાઈલ એપ્સ અને ઈન્ટરનેટ બેંકિંગની સેવાઓ રજાઓ દરમિયાન રાબેતા મુજબ ચાલુ રહેશે.

નવી દિલ્હીઃ દેશમાં માતા દુર્ગાના કલશની સ્થાપના સાથે તહેવારોની મોસમની શરૂઆત થઈ ગઈ છે. બીજી તરફ ઓક્ટોબરની શરૂઆતમાં માત્ર થોડા જ દિવસો બાકી છે.તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઓક્ટોબર મહિનામાં બેંકોમાં કેટલા દિવસની રજાઓ રહેશે ? વિવિધ રાજ્યોમાં બેંકની રજાઓ સ્થાનિક પરિબળો મુજબ નક્કી કરવામાં આવે છે. જો તમે ઓક્ટોબર મહિનામાં દેશભરની બેંક રજાઓની યાદી પર નજર નાખશો. તો આ મહિનામાં બેંંકો કુલ 21 દિવસ બંધ રહેશે. આ રજાઓમાંથી કેટલીક રજાઓ સમગ્ર દેશમાં લાગુ થશે.જ્યારે કેટલીક રજાઓ માત્ર ચોક્કસ રાજ્યમાં જ લાગુ થશે.

રજાઓની યાદીમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ

આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)ની ઓક્ટોબર મહિનાની બેંક રજાઓની યાદી અનુસાર, આ મહિને દુર્ગા પૂજા, દશેરા, દિવાળી, ઈદ અને ગાંધી જયંતિની રજાઓ રહેશે. આ સિવાય બીજા અને ચોથા શનિવાર, રવિવારની સાપ્તાહિક રજાઓ પણ આ યાદીમાં સામેલ છે.

ઓનલાઈન બેંકિંગ સેવાઓ પર રહેવું પડશે નિર્ભર 

ઓક્ટોબર મહિનામાં બેંક રજાઓની સંખ્યા વધુ હોય છે, તેથી ગ્રાહકોએ બેંકિંગ માટે વિવિધ બેંકોની ઓનલાઈન સેવાઓ પર નિર્ભર રહેવું પડશે. તેમાં UPI, મોબાઈલ એપ્સ અને ઈન્ટરનેટ બેંકિંગની સેવાઓનો સમાવેશ થાય છે, જે રજાઓ દરમિયાન રાબેતા મુજબ ચાલુ રહેશે. તહેવારોના દિવસોમાં વિવિધ બેંકોના ગ્રાહકો માટે આ સેવાઓ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.તહેવારોની સિઝનમાં બેંકો બંધ રહેશે.પરંતુ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરીને ગ્રાહકો બેંકિંગ સાથે જોડાઈ શકશે.

રજાઓના કારણે બેંકોના કામકાજ પર થશે અસર 

તહેવારોની સિઝનમાં બેંકોમાં રજાઓને કારણે બેંકોની કામગીરીને અસર થશે, પરંતુ ગ્રાહકોની સુવિધા માટે બેંકો તેમની ઓનલાઈન સેવાઓ દ્વારા સેવાઓ આપશે.તેનાથી ગ્રાહકોની બેંકિંગ જરૂરિયાતો પુરી થશે. જો કે કરોડો રૂપિયાના ચેક ક્લિયરન્સ અટવાઇ જશે તે નક્કિ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch