Fri,26 April 2024,10:32 am
Print
header

WhatsApp પર સીએમ કાર્યલયમાં આવી ગઇ આટલી બધી ફરિયાદો, જાણો વધુ વિગતો

ગુજરાતમાં આંગળીના ટેરવે CMOને થાય છે ફરિયાદ

(file photo)

ગુજરાતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજીવાર સત્તા સંભાળ્યાં પછી સતત નવા પ્રજાલક્ષી નિર્ણયો કરી રહ્યાં છે. તેઓએ ફરી એકવાર નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે, હવે દરેક નાગરિક સોશિયલ મીડિયા મારફતે મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાઇ શકે છે. લોકો પોતાની ફરિયાદો કે અન્ય કોઇ સૂચનો માટે ભૂપેન્દ્ર પટેલને સીધી ફરિયાદ કરી શકશે, તે માટે વોટ્સએપ નંબર બહાર પડવામાં આવ્યો છે.

આ વોટ્સએપ નંબર '7030930344'ના માધ્યમથી લોકોએ મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક શરૂ કરી દીધો છે.આ વોટ્સએપ નંબર પર નાગરિકો મુખ્યમંત્રીની મુલાકાતનો સમય મેળવી શકે છે મુખ્યમંત્રી રાહતનિધિના લાભની માહિતી મેળવી શકે છે, સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની માહિતી મેળવી શકે છે. વોટ્સએપ નંબર '7030930344' પર મેસેજ મોકલ્યાં બાદ મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ પણ મળે છે. જેમાં પ્રથમ દિવસે જ 500થી વધુ ફરિયાદો આવી હતી. અત્યાર સુધીમાં આ નંબર હજારો ફરિયાદ મળી છે. જેમાંથી યોગ્ય ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે, જો તમારે પણ કોઇ સમસ્યા છે તો તમે પણ આવી રીતે અરજી કરીને મદદ મેળવી શકો છો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch