Fri,26 April 2024,6:11 pm
Print
header

કિમ જોંગ ન માન્યાં, અમેરિકાની ચેતવણીને અવગણીને ઉત્તર કોરિયાએ ફરી કર્યું મિસાઈલ પરીક્ષણ- Gujarat Post

ઉત્તર કોરિયાઃ તાનાશાહ કિમ જોંગ ઉન પોતાની હરકતોને લઈને ચર્ચામાં છે. અમેરિકા અને તેના પાડોશી દેશ દક્ષિણ કોરિયાની ચેતવણી છતાં કિમ મિસાઈલ પરીક્ષણો કરી રહ્યાં છે. ઉત્તર કોરિયાએ રવિવારે સવારે એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ તરફથી મિસાઈલ પરીક્ષણની માહિતી મળી છે.

જાપાનની ક્યોડો ન્યૂઝ એજન્સીનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ એક પછી એક આઠ બેલેસ્ટિક મિસાઇલ છોડી છે. એક સરકારી સૂત્રને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે. આ પહેલા ઉત્તર કોરિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું, ઉત્તર કોરિયા દ્વારા આ મિસાઈલ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે તેનો વિવાદ વધી રહ્યો છે. અમેરિકી પ્રતિનિધિ એક દિવસ પહેલા દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ પહોંચ્યાં હતા. આવી સ્થિતિમાં તાજેતરની ઘટનાઓ આ તણાવને વધુ વધારી શકે છે.

અમેરિકાએ હાલમાં જ ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણ કાર્યક્રમ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, ઉત્તર કોરિયાની એક કંપની અને વ્યક્તિ પર પ્રતિબંધો લગાવ્યાં હતા. ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણને સમર્થન આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી.આ પછી અમેરિકાએ ઉત્તર કોરિયાને ચેતવણી આપી હતી કે જો કિમ જોંગ પોતાની હરકતોથી દૂર નહીં રહે તો તેના પર આ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.

ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) જેનું તાજેતરમાં ઉત્તર કોરિયા દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં કિમ જોંગ આ મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા પર બેલેસ્ટિક અને પરમાણુ હથિયારોના પરીક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેના ઉલ્લંઘન પછી યુએનએ વધુ કડક પ્રતિબંધો લાદ્યા છે.ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને તત્કાલીન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત પછી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલો અને પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂક્યો હતો. 

નિષ્ણાતોના મતે ICBM હજારો કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ છે અને તે વિનાશ સર્જી શકે છે. ICB મિસાઇલ હજારો કિલોમીટર સુધી એટેક કરી શકે છે. આ રીતે અમેરિકા પણ ઉત્તર કોરિયાની મિસાઈલના નિયંત્રણમાં આવી શકે છે. 2017માં ઉત્તર કોરિયા પર આ મિસાઈલના પરિક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch