Fri,26 April 2024,11:44 am
Print
header

કિમ જોંગના સામ્રાજ્યમાં કોરોનાએ મચાવી તબાહી, માત્ર 3 દિવસમાં 8 લાખથી વધુ કેસ- Gujarat Post

સિઓલ: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં ભયંકર તબાહી મચાવી હતી. હાલમાં વિશ્વમાં તેનો કહેર ઓછો થઇ ગયો છે પરંતુ હવે ઉત્તર કોરિયામાં કોરોનાને લીધે હાહાકાર મચ્યો છે.ઉત્તર કોરિયામાં એક જ દિવસમાં કોરોનાને કારણે 15 થી વધુ લોકોનાં મોત થઇ ગયા છે. KCNAએ જણાવ્યું કે થોડા જ દિવસમાં કુલ 42 લોકોનાં મોત થયા છે. ત્રણ દિવસમાં દેશમાં કોરોનાના 8,20,620 કેસ નોંધાયા છે.  3,24,550 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને કહ્યું છે કે રોગચાળો ફાટી નીકળવાના કારણે દેશમાં ઉથલપાથલ થઈ છે.

KCNAએ કહ્યું કે દેશના તમામ શહેરો અને ગામોને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યાં છે, કાર્યકારી એકમો, ઉત્પાદન એકમો બંધ કરી દેવામાં આવ્યાં છે." હવે ઉત્તર કોરિયામાં દરરોજ નવા કેસ જોવા મળી રહ્યા છે.ઉત્તર કોરિયાએ પુષ્ટિ કરી છે કે રાજધાની પ્યોંગયાંગમાં વધુ ચેપી ઓમિક્રોન વેરિઅન્ટના કેસ જોવા મળ્યાં છે. જે બાદ કિમ જોંગ ઉને લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો હતો.

કિમ જોંગે કહ્યું કે ડીપીઆરકેની સ્થાપના થઈ ત્યારથી આપણા દેશમાં જીવલેણ રોગનો ફેલાવો ઉથલપાથલનું કારણ બની રહ્યો છે, ઉત્તર કોરિયામાં વિશ્વની સૌથી ખરાબ આરોગ્ય વ્યવસ્થા છે. ત્યાં કોઈ કોવિડ રસી, એન્ટિવાયરલ સારવાર દવાઓ યોગ્ય લેબોરેટરીઓ નથી. ઉત્તર કોરિયાએ અગાઉ કોવિડ રસી માટે ચીન અને વિશ્વ આરોગ્ય સંસ્થાની કોવેક્સ યોજનાની ઓફરને નકારી કાઢી હતી, પરંતુ બેઇજિંગ અને સિઓલ બંનેએ સહાય અને રસી માટે નવી દરખાસ્તો જારી કરી છે. આ સમયે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ જણાવ્યું છે કે કિમ જોંગ ઉન ટૂંક સમયમાં વધુ એક પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch