Fri,26 April 2024,11:19 am
Print
header

વધુ એક અધિકારીનું મોત, વડોદરામાં કોરોનાએ નાયબ મામલતદારનો લીધો ભોગ

વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો રોજ નવી ટોચ બનાવી રહ્યો છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યાં છે તેમ છતાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. દરમિયાન વડોદરામાં કોરોનાથી નાયબ મામલતદારનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

વડોદરા કલેકટર કચેરીના પુરવઠા શાખાના ઝોનલ અધિકારી તુષાર શાહનું કોરોનાથી મોત થયું છે. કોરોના મહામારીમાં સતત કામ કરતી વખતે તેઓ સંક્રમિત થયા હતા. નાયબ મામલતદારનું મોત થતાં સાથી કર્મચારીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. વડોદરામાં વધુ 453 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 34,069 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 3 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 275 પર પહોંચ્યો છે.વધુ 239 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 29,422 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 4372 એક્ટિવ કેસ પૈકી 189 દર્દી ઓક્સિજન પર અને 126 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 4057 દર્દીની હાલત સ્થિર છે.

બુધવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યું થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે.  રાજ્યમાં આજે 2642 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch