Sat,27 July 2024,4:04 pm
Print
header

નવસારીમાં કારનો કન્ટેનર સાથે થયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોનાં મોત

નવસારીઃચીખલી નજીક કાર અને કન્ટેનર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો છે. આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઘટના અંગે ચીખલી પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.

ઈનોવા કાર અને કન્ટેનર વચ્ચે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા. કારમાં સવાર 4 લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે રિષી એન્જિનિયર, વિકાસ સરા ગંભીર ઈજા થતા સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ગોઝારા અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોમાં અમિત દોલતરામ થડાની (ઉં.વ 41), ગૌરાંગ નંદલાલ અરોરા (ઉં.વ.40), રોહિત સુભકરણ માહુલ (ઉં.વ.40 ), મહંમદ હમજા મહંમદ હનીફ ઈબ્રાહિમ પટેલ (ઉં.વ.19)નો સમાવેશ થાય છે. આ મૃતકો સુરતના રહેવાસી હતા.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch