Fri,26 April 2024,12:56 pm
Print
header

વિધાનસભાના દંડકનું પણ નથી સાંભળતા નડિયાદ નગર પાલિકાના ચીફ ઓફિસર ! પ્રજાના પ્રશ્નો મહિનાઓથી ત્યાં જ છે

મહેશ પટેલ, એડિટર 

ખેડા: નડિયાદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક પંકજ દેસાઇ તેમના મત વિસ્તારમાં લોકસેવકની છાપ ધરાવે છે, પ્રજાના કોઇ પણ પ્રશ્ન હોય તો રૂબરુ જઇને તેનું સમાધાન કરવા ટેવાયેલા પંકજ દેસાઇએ નડિયાદ શહેરની કેટલીક સમસ્યાઓને લઇને નગર પાલિકાના ચીફ ઓફિસરને તારીખ 1-6-2019ના રોજ એક પત્ર લખ્યો હતો, જેમાં ગટર, રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થાની વાત હતી, પરંતુ આજ સુધી નગરપાલિકાએ આ મામલે કોઇ યોગ્ય કામગીરી કરી નથી. 

ચાર મહિના પછી ફરી પત્ર લખ્યો 

ધારાસભ્ય પંકજ દેસાઇએ ફરીથી 10-10-2019ના દિવસે નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર લખીને રોષ વ્યક્ત કર્યો છે, તેમને લખ્યું છે કે મહિનાઓ પહેલા પ્રજા માટે જે માંગ કરી હતી, તે કામગીરી આજ દિન સુધી સંપૂર્ણ રીતે પુરી થઇ નથી, પત્રમાં લખ્યું છે કે ચોમાસા દરમિયાન અનેક જગ્યાઓએ ગટરો ઉભરાઇ હતી, તે ગટરોની સાફ સફાઇ કરવી અને જે વિસ્તારમાં ગંદકી થાય છે તેની તાત્કાલિક સફાઇ કરાવવી, શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત જોતા ધારાસભ્યએ માંગ કરી છે કે રસ્તાઓ રિપેર કરવા જેથી વાહન ચાલકોને પડતી મુશ્કેલી ઓછી થાય, ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માંગ કરાઇ છે. 

નડિયાદ નગરપાલિકા આખરે કેમ મનમાણી કરે છે ?

સત્તાધારી પાર્ટીના એક ધારાસભ્ય અને વિધાનસભાના દંડકનું પણ અધિકારીઓ માનતા નથી, ચાર મહિનાથી રજૂઆતો કરી હોવા છંતા કેટલાક અધિકારીઓ મનમાણી કરી રહ્યાં છે, રાજ્યમાં ભાજપની સરકાર છે અને પંકજ દેસાઇ ભાજપમાંથી જ ધારાસભ્ય બન્યાં છે, જેની સામે સામાન્ય જનતાની રજૂઆતોનું શું થતુ હશે તે તમે વિચારી શકો છો, સરદાર પટેલની કર્મભૂમિ નડિયાદમાં આજે જનતા ત્રાહિમામ છે, ઉભરાતી ગટરો, રસ્તાઓની બિસ્માર હાલત આવા તો અનેક પ્રશ્નો ત્યાંના ત્યાં જ ઉભા છે, ત્યારે જો નગરપાલિકા ટૂંક સમયમાં જનતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે તો જનતાનો રોષ રસ્તા પર આવશે તે ચોક્કસ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch