Thu,21 September 2023,8:36 pm
Print
header

મ્યાનમારઃ સેનાના હેલિકોપ્ટરોએ સ્કૂલ પર કર્યો હવાઈ હુમલો,7 બાળકો સહિત 13નાં મોત- Gujarat Post

પ્રતિકાત્મક ફોટો

મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરે એક સ્કૂલ અને ગામના નાગરિકો પર હુમલો કર્યો હતો.હુમલામાં 7 બાળકો સહિત 13 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સોમવારે શાળાના સંચાલક અને સ્ટાફે આ માહિતી આપી હતી. આ હુમલો શુક્રવારે સૌથી મોટા શહેર મંડાલયથી લગભગ 110 કિમી દૂર તબાયેઈનના લેટ યાચટ કોન ગામમાં થયો હતો.

શાળાના સંચાલકે જણાવ્યું હતું કે, જ્યારે ગામની ઉત્તરે ફરતા ચાર એમઆઈ-35 હેલિકોપ્ટરોમાંથી બેએ મશીનગન અને ભારે હથિયારોથી શાળા પર હુમલો કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમને વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ ફ્લોર પર વર્ગખંડોમાં સલામત સ્થળોએ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો.  સ્કૂલમાં 7 વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં નજીકના એક ગામમાં 13 વર્ષના એક બાળકની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

સત્તાપલટા બાદ મ્યાનમારની સ્થિતિ વધુ વણસી

ફેબ્રુઆરી 2021 માં મ્યાનમારમાં સેના દ્વારા બળવા બાદથી ત્યાંની સ્થિતિ સતત કથળી રહી છે. મ્યાનમારમાં પણ શ્રીલંકા અને પાકિસ્તાન જેવા આર્થિક સંકટની સ્થિતિ છે.અહીં પણ વિદેશી મુદ્રા ભંડારમાં ઝડપથી ઘટાડો થયો છે. ફેબ્રુઆરી 2021 ના બળવા પછી પશ્ચિમી પ્રતિબંધોને કારણે તેના વિદેશી દેવામાં વધારો થયો છે. કોવિડ રોગચાળાએ દેશના અર્થતંત્રને ખેદાન મેદાન કરી નાખ્યું છે.

હજારો લોકો દેશ છોડીને જઈ રહ્યાં છે.

હજારો લોકો દેશ છોડીને જઈ રહ્યાં છે. ત્યાંના લોકો ભારતમાં આશ્રય લઈ રહ્યાં છે. ભારતના મિઝોરમમાં અત્યાર સુધીમાં હજારો લોકો પ્રવેશી ચૂક્યા છે. ગયા મહિને મિઝોરમના એક સ્થાનિક નેતાએ આ માહિતી આપી હતી. જોખાવાહર ગ્રામ પરિષદના પ્રમુખ લાલમુઆનપુઇયાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે મ્યાનમારના હજારો લોકો રવિવારથી મિઝોરમમાં પ્રવેશ્યા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch