Fri,26 April 2024,12:09 pm
Print
header

મોરવાહડફ વિધાનસભા બેઠક પર રેકોર્ડ મતોથી ભાજપના નિમિષા સુથારની જીત

પંચમહાલઃ મોરવાહડફ બેઠક પર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિમિષા સુથારની જીત થઇ છે તેઓ 45 હજાર 557 મતોથી જીત્યા છે, સામે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાને 21 હજાર 669 મત મળ્યાં છે. નિમિષા સુથારને 67 હજાર 101 મત મળ્યાં છે ભાજપના ઉમેદવારની જીત બદલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓએ પોતાના જીતેલા ઉમેદવારને અભિનંદન આપ્યાં છે.

નોંધનિય છે કે મોરવાહડફ બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ ખોટા પ્રમાણપત્રને લઇને સસ્પેન્ડ થયા હતા બાદમાં તેમનું નિધન થયું હતુ અને પેટાચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી પ્રચારમાં ભીડ ભેગી કરાતા ભાજપના ઉમેદવાર વિવાદમાં આવ્યાં હતા ત્યારે હવે ભાજપના ઉમેદવારની જીતથી વિધાનસભામાં ભાજપની વધુ એક સીટ વધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch