Fri,19 April 2024,11:12 am
Print
header

લવ જેહાદ મામલે હર્ષ સંઘવીની ચીમકી, સલીમ સુરેશ બનીને પ્રેમ કરશે તો છોડીશું નહીં

મોરબીઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ કરનારાઓને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે પ્રેમ કરવો એ ગુનો નથી પરંતુ પ્રેમના નામને બદનામ કરનારાઓને છોડાશે નહીં. વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે 5 કરોડ 43 લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું  મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, પ્રેમના નામને બદનામ કરનારા તમામ લોકો કાન ખોલીને સાંભળી લે. કોઈ સલીમ સુરેશના નામે પ્રેમ કરીને મારી ભોળી દીકરીઓને ફસાવશે તો તેને છોડવામાં આવશે નહીં. ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. પરંતુ કોઇ સલીમ સુરેશ બનીને પ્રેમ કરશે તો છોડીશું નહીં. પ્રેમને બદનામ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે. હું ભોળી ભાળી દીકરીના ભાઈ તરીકે અહીંયા આવ્યો છું. આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને પણ કડક સૂચના આપી છે. આવી કોઈ ફરિયાદ કે અરજી આવે છે તો તે જ દિવસથી કાર્યવાહી કરવામાં આવેશે.

આવી ફરિયાદ લઈને આવનારાઓને બીજો ધક્કો ખવડાવવામાં ન આવે અને એ જ દિવસે પોલીસ ગંભીરતાપૂર્વક તપાસ કરીને પગલાં ભરશે. મારી સૌને વિનંતી છે કે પ્રેમના શબ્દને, પ્રેમની આસ્થાને બદનામ કરવાનો હક કોઈને નથી. બધા પરિવારજનોની આ જવાબદારી છે કે કોઇની આસ્થા કે ભાવનાને ઠેસ ન પહોંચે, પોલીસ સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ પ્રકારની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવશે. સંઘવીએ પહેલા પણ લવ જેહાદ મુદ્દે આવી ચેતવણી આપી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch