Wed,08 May 2024,7:41 am
Print
header

મહેસાણા: દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી પર ટોળાંએ કર્યો હુમલો, પુત્રએ કર્યું ફાયરિંગ- Gujarat Post

ડેરીના ગેટ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે માથાકૂટ થઈ

સ્વ બચાવમાં હવામાં ફાયરિંગ કર્યું, ફાયરિંગ કરતા ટોળું વિખેરાઇ ગયું

મહેસાણા: દૂધ સાગર ડેરીની મળનારી વાર્ષિક સાધારણ સભા પહેલાં મોઘજી ચૌધરી પર હુમલો થયો હતો. દરમિયાન તેમના પુત્રએ હવામાં ફાયરિંગ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. આ સભા પૂર્વે ડેરીના ગેટ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે માથાકૂટ થઈ હતી. સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થતા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી તેમના પુત્ર અને ભાણેજ પર જીવલેણ હુમલો થયો હતો. સ્વ બચાવમાં પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા ટોળુ વિખેરાઇ ગયું હતું. ત્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત મોઘજી ચૌધરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.

મોઘજી ચૌધરીએ જણાવ્યું કે ડેરીના ચેરમેનના આદેશથી આ ષડયંત્ર રચાયું હતુ, ડેરીના ગેટ પાસે મોઘજી ચૌધરીને ડેરીના સુપરવાઈઝર અને સિક્યુરિટી દ્વારા લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો તેમની ગાડી પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગાડીમાં મોઘજી ચૌધરીના પુત્ર અને ભાણેજ પર ટોળાએ હુમલો કરીને ઇજાઓ પહોંચાડી હતી. જેથી સ્વ બચાવમાં મોઘજી ચૌધરીના પુત્રએ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું.

મોઘજી ચૌધરીએ જણાવ્યું કે આજની સભામાં એમના કરેલા કરતૂતો અમારે બહાર લાવવા હતા, ઠરાવમાં પ્રશ્ન પૂછવાના હતા, પણ જ્યારે હું અને મારો દીકરો ગાડી લઇને ડેરીના ગેટ પાસે આવ્યાં ત્યારે ડેરીના સિક્યોરિટી, સુપરવાઈઝર સહિતના ટોળાંએ મારી ગાડી રોકીને મને બહાર કાઢી ગાડી પર લાકડીઓ મારી હતી અને મને માર માર્યો હતો.દરમિયાન મારો દીકરો મને બચાવવા આવતા ટોળાએ તેના પર પણ હુમલો કર્યો હતો.જેથી મારા પુત્રએ તેની પાસે રહેલી લાયસન્સ વાળી રિવોલ્વરથી સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરવાથી ટોળું વિખરાઈ ગયું હતું. બાજુમાં રહેલા લોકોએ રિક્ષામાં અમને હોસ્પિટલ ખસેડ્યા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch