Sun,28 April 2024,2:38 pm
Print
header

પિતાએ મોદીને ગણાવ્યાં હતા નીચ...હવે મણિશંકર ઐયરની પુત્રીએ રામમંદિરને લઇને વિવાદિત ટિપ્પણી કરતા સોસાયટીમાં જ વિરોધ થયો

સુરન્યા અય્યરે ફેસબુક પોસ્ટ દ્વારા પોતાનો ખુલાસો કર્યો

મુસ્લિમ ભાઈઓ માટે ઉપવાસ કરી રહી છે: સુરન્યા ઐયર

ટ્રસ્ટમાં ગોટાળા મામલે મણિશંકર અય્યરની પુત્રી યામિની અય્યર પણ ચર્ચામાં હતી

નવી દિલ્હીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા મણિશંકર અય્યરે વર્ષો પહેલા પીએમ મોદીને નીચ કક્ષાના ગણાવ્યાં હતા અને તેઓ અનેક  વખત મોદી માટે વિવાદીત શબ્દો કહી ચુક્યાં છે, હવે તેમની પુત્રી સુરન્યા અય્યર ચર્ચામાં આવી છે. તેને રામ મંદિરના નિર્માણના વિરોધમાં ત્રણ દિવસ સુધી ઉપવાસ કર્યાં હતા અને ફેસબુક પર સનાતન ધર્મ વિરુદ્ધ અપશબ્દો પોસ્ટ કર્યાં હતા.

સુરન્યા અય્યરના આ પગલાને કારણે જંગપુરા સ્થિત તેની સોસાયટીના લોકોએ તેને અને મણિશંકર ઐયરને પત્ર લખીને કહ્યું છે કે તેઓ તેમના નિવેદન માટે જાહેરમાં માફી માંગે, નહીં તો સોસાયટી છોડીને અહીંથી ચાલ્યાં જાય.

સુરન્યા અય્યરે ઉપવાસ વિશે શું કહ્યું ?

સુરન્યા અય્યરે ફેસબુક પોસ્ટ દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપી છે. મીડિયા અને લોકો માટે મારું નિવેદન. હું માનું છું કે મારા ઉપવાસ વિશે ટેલિવિઝન પર વાર્તાઓ છે. રેસિડેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન એવી વસાહતની છે જ્યાં હું રહેતી નથી ! બીજું, મેં હમણાં મીડિયા સાથે વાત ન કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે અત્યારે ભારતમાં મીડિયા માત્ર ઝેર અને ભ્રમ ફેલાવી રહ્યું છે. તમે બધા મને ઓળખો છો. હું મારા સમગ્ર જીવનમાં લગભગ 50 વર્ષ સુધી ભારતમાં તમામ રાજકીય દ્રષ્ટિકોણ ધરાવતા લોકો સાથે ઉછરી, અભ્યાસ કર્યો, કામ કર્યું અને સક્રિય થઇ.

હું મારા મંતવ્યો મારા ફેસબુક અને યુટ્યુબ પેજ પર જ મુકીશ જેથી તમે જાતે જ શાંતિથી તેના વિશે વિચારી શકો. હું મીડિયા સર્કસને ટાળવાનો પ્રયાસ કરી રહી છું કારણ કે હું માનું છું કે ભારતમાં આપણને વધુ સારા પ્રકારના જાહેર સંવાદની જરૂર છે. ચાલો દુરુપયોગ કરવાને બદલે વિચારવાનો પ્રયત્ન કરીએ. જય હિંદ!" આ પહેલા કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરની પુત્રી દિલ્હીના જંગપુરા વિસ્તારમાં રહેતી હતી. સુરન્યાની માતાએ તેને મધ પીવડાવીને તેનો ઉપવાસ તોડાવ્યો હતો.

હું મારા મુસ્લિમ ભાઈઓ માટે ઉપવાસ કરી રહી છુંઃ સુરન્યા ઐયર

થોડા દિવસો પહેલા સુરન્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "તે તેના મુસ્લિમ ભાઈઓ માટે ઉપવાસ કરી રહી છે, અયોધ્યામાં હિન્દુ રાષ્ટ્રવાદના નામે જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. આ પછી સોસાયટીના રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

ભારત સરકારે CPFRનું લાઇસન્સ રદ કર્યું

17 જાન્યુઆરીના રોજ ભારત સરકારે કાયદાના ઉલ્લંઘન માટે સંસ્થા સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPFR) થિંક ટેન્કનું FCRA લાઇસન્સ રદ કરી દીધું છે. ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી કરી હતી. કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરની બીજી પુત્રી યામિની અય્યર આ થિંક ટેન્કની પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch