ખેડાઃ મહુધામાં કિડની કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. વ્યાજનાં બદલામાં કીડની કાઢી લેવાના કેસમાં ગોપાલ નામના વ્યક્તિએ 20 હજાર રૂપિયા ન આપવા માટે સમગ્ર તરકટ રચ્યું હતું. પોલીસે પૂછપરછમાં ગોપાલ પરમારે કબૂલાત કરી હતી કે કિડની કાઢી હોવાની વાત ઉપજાવી કાઢેલી છે.
ગોપાલ પરમારને જુગાર રમવાનો શોખ છે.ગોપાલ જુગારમાં દોઢ વર્ષ પહેલા પૈસા હારી ગયો હતો. જે બાદ યુવક દ્વારા અશોક પરમાર પાસેથી 20 હજાર રૂપિયા લીધા હતા. અશોકનું 6 વર્ષ પહેલા કીડની કેસમાં નામ આવ્યું હતુ. જે બાબતે આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ હતી. અશોક તેમજ ગોપાલ કીડની વેચવા માટે પશ્ચિમ બંગાળ ગયા હતા. તેમને એક લાખ રૂપિયામાં કીડનીનો સોદો કર્યો હતો. પૈસા ગોપાલનાં ખાતામાં આવી જતા બંને લોકો ત્યાંથી ભાગી ગયા હતા. બંને વચ્ચે વ્યાજના પૈસાને લઇને બબાલ થઇ હતી. જેથી ગોપાલે કરેલા આક્ષેપો અશોક દ્વારા કરવામાં આવેલા અપમાનનો બદલો લેવા માટે આ આખું તરકટ રચ્યું હતું. બંને જણા પશ્ચિમ બંગાળ ગયા હોવાનું લોકેશનનાં આધારે જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા પશ્ચિમ બંગાળનાં શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
ફરિયાદીએ પોલીસને ખોટી આપેલી અરજીમાં જણાવ્યું કે ગોપાલે અશોક પરમાર પાસેથી 20 હજાર રૂપિયા 30 ટકાના વ્યાજે લીધા હતા. 30 ટકા વ્યાજ લઇને અશોક પરમારે 20 હજારના 50 હજાર કરી નાખ્યાં હતા, ત્યાર બાદ વારંવાર ફરિયાદીની હેરાનગતિ થઇ રહી હતી. બાદમાં છેતરપિંડી કરીને ફરિયાદીને દિલ્હી લઇ જવાયા હતા અને ત્યાં ફરિયાદીને આ વાતની ખબર પડી કે અહીં તો કિડની કાઢવાનું આખું ષડયંત્ર ચાલી રહ્યું છે, જેથી તે કોઇ રીતે અહીંથી ભાગી ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરી હતી. જો કે હવે અરજદારે ખોટી અરજી આપતા તેની સામે પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં વધી ચિંતા | 2023-11-26 09:48:01