Thu,02 May 2024,3:41 am
Print
header

સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે રૂપાણી સરકારને સંતોષ થશે ! LRDની પરીક્ષામાં પુત્રોને અન્યાય થયાનું લખીને પિતાનો આપઘાત

જૂનાગઢઃ રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષા પહેલાથી વિવાદીત રહી છે, પહેલા પેપર ફૂટી ગયું, પછી ફરીથી પરીક્ષા લેવાઇ અને બાદમાં તેના મેરિટ લિસ્ટમાં પણ વિવાદ થયો, સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં અને ગાંધીનગરમાં સરકાર સામે દેખાવો પણ થયા, હવે તો એક પિતાએ પોતાના પુત્રોને લોકરક્ષકની પરીક્ષામાં અન્યાય થયાનો દાવો કરીને આત્મહત્યા કરી લીધી છે.

જૂનાગઢ સહાયક વિદ્યુત નિરિક્ષણ કચેરીમાં પટાવાળાની નોકરી કરતા મુંજરભાઈ મુંજાભાઈ હુણે તેમની ઓફિસના પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસને ટેબરલ પરથી મળેલી સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે મારી ઓફિસના કર્મચારીઓને કોઇ હેરાન ન કરતા, હવે રૂપાણી સરકારને સંતોષ થશે, તેમને આરોપ લગાવ્યો છે કે મારા બંને પુત્રો સંજય અને રાજુ એલઆરડીની પરીક્ષામાં પાસ થયા હોવા છંતા તેમને નોકરી નથી મળી.

અનુસૂચિત જાતિના સર્ટિફિકેટ અમાન્ય ગણાતા તેઓ નોકરીમાંથી બાકાત રહ્યાં છે.ત્યારે તેમના આ પગલાથી માલધારી સમાજમાં સરકાર સામે રોષ વ્યાપી ગયો છે, કારણ કે અનેક ઉમેદવારો કાયદાકીય ગુંચવણને કારણે નોકરીથી બાકાત રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch