Sat,27 April 2024,1:11 pm
Print
header

ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ?

ગાંધીનગરઃ આગામી લોકસભાની ચૂંટણી માટે સાબરકાંઠાના ભીખાજી ઠાકોર અને વડોદરામાંથી રંજન ભટ્ટના નામ જાહેર કરાયા હતા, પરંતુ સ્થાનિક કાર્યકરોએ તેમનો જોરદાર વિરોધ કર્યો હતો. બાદમાં ભાજપે આ બંને બેઠકો પર પોતાના ઉમેદવારો બદલી નાખ્યાં હતા.શોભના બરૈયાને સાબરકાંઠા અને હેમાંગ જોશીને વડોદરાથી ટિકિટ આપવામાં આવી છે. તેમ છતાં હવે પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યાં છે.

સાબરકાંઠા, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને વલસાડ લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોને કાર્યકરોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલવાનો વિરોધ પણ અટકતો નથી. શોભના બરૈયાના પતિ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા, જે વર્ષ 2022માં ભાજપમાં જોડાયા હતા.

શોભના બારૈયાનો વિરોધ થઈ રહ્યો છે

ભાજપના સાબરકાંઠાના કાર્યકરોનાં જણાવ્યાં મુજબ શોભના બારૈયા ભાજપના સક્રિય કાર્યકર ન હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી છે. વડોદરામાં ભાજપે રંજન ભટ્ટને હટાવી દીધા છે, તેમ છંતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકો તેમની વિરુદ્ધ છે. તે વોટ્સએપ ગ્રુપ 'આઇ સપોર્ટ કેતન ઇનામદાર' પર કેમ્પેન ચલાવી રહ્યાં છે.

હેમાંગ જોષી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન છે. ભાજપે સુરેન્દ્રનગર લોકસભામાંથી ચંદુભાઈ શિહોરાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ચંદુભાઈ શિહોરાને બહારના ઉમેદવાર ગણાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિહોરા મોરબીના છે અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં નારાજગી છે.

રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાનો વિરોધ

ભાજપે રાજકોટથી પરસોત્તમ રૂપાલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ રજવાડાઓ પર કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પરસોત્તમ રૂપાલાએ પોતાના વિવાદિત નિવેદન બદલ માફી પણ માંગી હતી. જો કે ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલુ છે અને ઉમેદવાર બદલવાની માંગણી કરવામાં આવી રહી છે.

મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર

ભાજપે પોરબંદરમાંથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે, પરંતુ મનસુખ માંડવિયાને બહારના ઉમેદવાર ગણાવીને તેમની વિરુદ્ધ પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યાં છે. આ પોસ્ટરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાનો ફોટો પણ છે. પોસ્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષ સુધી તેમનું કામ કોણ કરશે ? પોરબંદરને લોકસભામાં સ્થાનિક ઉમેદવારો જોઈએ છે.

આગામી પાંચ વર્ષ સુધી મતદારોમાં કોણ રહેશે ? આવા પોસ્ટરો પર લલિત વસોયાએ કહ્યું કે નારાજ ભાજપના કાર્યકરોએ પોસ્ટરો લગાવ્યા છે અને આ પોસ્ટરો લગાવવા માટે ભાજપે લલિત વસોયાને જવાબદાર ઠેરવ્યાં છે. મનસુખ માંડવિયા વિરુદ્ધના પોસ્ટર ભાજપના કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

વલસાડમાં ધવલ પટેલ વિરુદ્ધ કાર્યકરો

ભાજપે વલસાડ લોકસભામાંથી ધવલ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે, પરંતુ ધવલ પટેલ વિરુદ્ધ બેનરો લગાવી દેવામાં આવ્યાં છે. ભાજપના ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી રહી છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને પીએમ મોદીને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે ઉમેદવાર બદલવામાં આવે નહીંતર વલસાડ અને નવસારીમાં સારા પરિણામ નહીં આવે. જો કે, ભાજપે સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવાર બદલાશે નહીં.

ભાજપે 26 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે

ભાજપે ગુજરાતની તમામ 26 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જેમાંથી 17 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. હાલમાં કોંગ્રેસે 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના છે. કોંગ્રેસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે બાકીની બે લોકસભા બેઠક ભરૂચ અને ભાવનગર પર ગઠબંધન કર્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch