Fri,26 April 2024,12:44 pm
Print
header

UP: બે સગી બહેનો સહિત ત્રણ યુવતીઓને પાંચ યુવકો ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા, નશીલું પીણું પીવડાવ્યું પછી..

પ્રતિકાત્મક ફોટો 

લખનઉઃ લખીમપુર ખીરી જિલ્લાના ફૂલબેહડ વિસ્તારમાં ખેતરમાં કામ કરવા ગયેલી બે સગી બહેનો સહિત ત્રણ યુવતીઓ પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ત્રણેય પીડિતાની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચેેની છે પોલીસે મામલાની તપાસ શરૂ કરીને એક આરોપીની અટકાયત કરી છે એસપીએ ઘટના અંગે વિસ્તૃત તપાસના આદેશ આપી દીધા છે.

મળતી વિગત પ્રમાણે, કોતવાલી સદરના એક ગામમાં રહેતી બે સગી બહેનો તેની માસિયાઈ બહેન સાથે શુક્રવારે સવારે ગામના જ એક યુવકના કહેવાથી ફૂલબેહડ વિસ્તારમાં મજૂરી માટે ગઈ હતી. ત્રણેય બહેનોએ પોલીસને જણાવ્યું કે મજૂરી કરીને સાંજે તેઓ ખેતરેથી નીકળી ત્યારે ખેતરના માલિકે ફોન કરીને તેના પાંચ સાથીઓને બોલાવ્યાં હતા જેઓ તેમને ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા હતા બાદમાં નશીલો પદાર્થ પીવડાવીને ત્રણેય પર દુષ્કર્મ આચર્યુ હતું અને બેહોશીની હાલતમાં છોડીને જતાં રહ્યાં હતા આ અંગે કોઈએ કોતવાલી પોલીસને જાણ કરી હતી પોલીસે પીડિતાના પરિચિત યુવકની અટકાયત કરી છે.

એસપીએ કહ્યું કે પીડિતાના આરોપ બાદ કેસ નોંધવામાં આવ્યો છે. યુવતીઓને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. જે યુવકે તેમને મજૂરી કરવા મોકલી હતી તેની અટકાયત કરવામાં આવી છે. ઘટના સ્થળની આસપાસના ખેતર માલિકોની પણ પૂછપરછ કરવામાં આવી છે આ સનસનીખેજ ઘટનાથી ગામના લોકોમાં આરોપીઓ સામે રોષ વ્યાપી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch