Thu,02 May 2024,5:03 am
Print
header

આપણા બહાદુર હિન્દુસ્તાની...લદ્દાખમાં LAC પાસે ચીની સૈનિકો સાથે ભરવાડોની અથડામણ, આવી રીતે આપ્યો જવાબ

નવી દિલ્હી: લદ્દાખમાં ઘેટાં ચારતા ઘેટાંપાલકોના જૂથની LAC નજીક ચીની સૈનિકો સાથે દલીલબાજી થઈ હતી. ચીની સૈનિકો તેમને ઘેટાં ચરાવવાથી રોકવાની કોશિશ કરી રહ્યાં હતા, જેથી ભરવાડોએ ખૂબ જ બહાદુરીથી આ સૈનિકોનો સામનો કર્યો હતો. ઘેટાંપાલકોનું જૂથ ખૂબ બહાદુરીથી ચીની સૈનિકો સામે ઊભું થયું અને દાવો કર્યો કે તેઓ પોતાના વિસ્તારમાં જ છે.

2020 માં ગલવાનમાં સૈનિકો વચ્ચેના સંઘર્ષ પછી સ્થાનિક ભરવાડોએ આ વિસ્તારમાં પ્રાણીઓને ચરાવવાનું બંધ કરી દીધું હતું. જે વીડિયો સામે આવ્યો છે, તેમાં ચીની સૈનિકો સાથે દલીલ કરી રહેલા ભરવાડો દાવો કરે છે કે તેઓ ભારતીય વિસ્તારમાં છે, તેમના આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

લદ્દાખના બહાદુર ભરવાડો

ભારતીય અને ચીનના વિસ્તારોને અલગ કરતા LAC પર બંને સેનાઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, કેટલાક કિસ્સાઓમાં હિંસક અથડામણ પણ જોવા મળી છે. જો કે આ ઘટનામાં હિંસા ટળી હતી. ચુશુલ કાઉન્સિલર કોંચોક સ્ટેનઝિને સ્થાનિક પશુપાલકોની પ્રશંસા કરી અને તેમને સમર્થન આપવા બદલ ભારતીય સેનાની પણ પ્રશંસા કરી હતી.તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે પૂર્વીય લદ્દાખના સરહદી વિસ્તારોમાં પેંગોંગના ઉત્તરી કાંઠે પશુપાલકોને તેમના અધિકારોનો દાવો કરવા માટે સુવિધા આપવામાં @FireFuryCorps_IA દ્વારા કરવામાં આવેલી સકારાત્મક અસર જોઈને આનંદ થાય છે. આવા મજબૂત નાગરિક-લશ્કરી સંબંધો જાળવવા અને સરહદી વિસ્તારની વસ્તીના હિતોનું ધ્યાન રાખવા બદલ ભારતીય સેનાનો આભાર માનવો.

ભરવાડોની બહાદુરીને સલામ

તેણે લખ્યું કે જુઓ કે કેવી રીતે આપણા સ્થાનિક લોકો ચીની સૈનિકો સામે પોતાની બહાદુરી બતાવી રહ્યાં છે અને દાવો કરી રહ્યાં છે કે જ્યાં તેમને રોકવામાં આવી રહ્યાં છે તે વિસ્તારના ભરવાડ લોકોની ચરાઈ છે. ચીની સેના આપણા લોકોને આપણા જ વિસ્તારમાં પ્રાણીઓ ચરતા અટકાવી રહી છે. હું મારા લોકોને સલામ કરું છું, જેઓ હંમેશા પોતાની ભૂમિની રક્ષા માટે રાષ્ટ્રની બીજી રક્ષક શક્તિ તરીકે ઉભા રહે છે.

ચીની સૈનિકો સામે ભરવાડોની બહાદુરીનો VIDEO

જે વીડિયો સામે આવ્યો છે તેમાં ચીનના ત્રણ બખ્તરબંધ વાહનો અને સૈનિકો દેખાઈ રહ્યાં છે. એલાર્મ વગાડતા વાહનો દેખીતી રીતે પશુપાલકોને જવાનો સંકેત આપી રહ્યાં છે, પરંતુ પશુપાલકો તેમની જીદ પર અડગ છે અને ચીની સૈનિકો સાથે દલીલ કરતા જોવા મળે છે. પશુપાલકોનું કહેવું છે કે તેઓ ભારતીય વિસ્તારમાં પ્રાણીઓને ચરાવે છે. લડાઈને વધતી જોઈને કેટલાક ભરવાડ પથ્થરો ઉપાડતા જોવા મળે છે, જો કે વીડિયોમાં હિંસા દેખાતી નથી. વીડિયોમાં દેખાતા ચીની સૈનિકો પણ હથિયારોથી સજ્જ નથી.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch