Sat,27 July 2024,10:50 am
Print
header

ખેડામાં શિવયાત્રા પર પથ્થરમારો, 3 પોલીસકર્મીઓ સહિત 6 ઘાયલ, 15 લોકોની કરાઇ ધરપકડ

ખેડાઃ  શિવ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવતા સ્થિતી તંગ બની છે. ઠાસરામાં આ પથ્થરમારાની ઘટના બાદ બે જૂથો વચ્ચે તણાવ વધી ગયો હતો, ત્યાર બાદ પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું હતું અને છ પથ્થરબાજો સહિત 15 લોકોની ધરપકડ કરી હતી.

ઠાસરામાં શિવ યાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા બાદ પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે.પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કાઢી હતી.પોલીસે પેટ્રોલીંગ વધારી દીધું છે. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત છ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.

પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પથ્થરો ક્યાંથી આવ્યાં ? શું આ ઘટના માટે પહેલાથી જ તૈયારી હતી? આ તમામ સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે. જો કે હાલમાં પોલીસે સ્થિતી પર કાબૂ મેળવી લીધો છે અને આરોપીઓની ધરપકડ કરાઇ રહી છે.

ધાર્મિક સ્થળની છત પરથી થયો હતો પથ્થરમારો

આ ઘટનાના તસ્વીરોમાં જોઇ શકાય છે કે એક સમુદાય એક ધાર્મિક સ્થળની ટોચ પરથી ઉભા રહીને પથ્થરમારો કરી રહ્યો છે, ત્યારબાદ બંને તરફથી પથ્થરમારો કરાયો હતો.તે સાંકડી શેરીઓમાં પડેલા પથ્થરો જોઈ શકાય છે. આ જ વીડિયોમાં રસ્તા પર પડેલા ચપ્પલ પણ જોઈ શકાય છે,નાસભાગ મચી ત્યારે લોકો કેવા સંજોગોમાં દોડ્યાં હતા તેનો અંદાજ પણ લગાવી શકાય છે.

હિન્દુઓની ફરિયાદમાં આ લોકોનાં નામ

1. મોહમ્મદ અબરાર રિયાઝુદ્દીન સૈયદ
2. અશફાક ભાઈ મઝીર મિયાં બેલીમ
3. ઝાહીદ અલી મોહમ્મદ અલી સૈયદ અતીક મલિક
4. અહદ સૈયદ
5. હારૂન પઠાણ
6. રૂકમુદ્દીન રિકત અલી સૈયદ
7. ફિરોઝ મજીદ ખાન પઠાણ
8. ઇદ્રીસ ઉર્ફે કાલુ
9. નાવેદ
10. જુનેદ
11. તનવીર સૈયદ લવલી સ્ટુડિયો વાલા
12. ફૈઝાન સૈયદ ઈસર કાર ચાલક
13. ફહીમ બેટરી
14. જાબીરખાન ઇનાયતખાન પઠાણ
15. ચિકન જેનું પૂરું નામ અજ્ઞાત છે
16. અલ્તાફ ખાન મુખ્ત્યાર ખાન પઠાણ અને લગભગ 50 મુસ્લિમોનું ટોળું ભેગુ થયું હતું

પોલીસ કોન્સ્ટેબલ અને મુસ્લિમોની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધાઇ

પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદ અનુસાર મોહમ્મદ અબરાર રિયાઝુદ્દીન સૈયદ, લકેટ અલી, આદિલ સૈયદ મોહમ્મદ અમીન મન્સૂર અલી અને લગભગ 70 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

મુસ્લિમોની ફરિયાદ પર 1000 થી 1500 લોકોના હિંદુ ટોળા સામે FIR નોંધવામાં આવી છે. તેમના પર મુસ્લિમોની સંપત્તિ અને ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. આમ બે જૂથો વચ્ચે સામ સામે ફરિયાદ થઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch