Sat,27 July 2024,11:27 am
Print
header

ગુજરાત હચમચી જાય તેવો ખેડાના મહુધાનો કિસ્સો ! વ્યાજચક્રનો એવો તો ખેલ રચાયો કે લોકોની કિડની કાઢી લેવામાં આવતી હોવાના આરોપ

નડિયાદઃ ખેડા જિલ્લાના મહુધાના ભૂમસ ગામમાં એક કથિત કિડની કૌભાંડ સામે આવ્યું છે, આ જ ગામના વ્યાજખોર અશોક અમરાભાઇ પરમારે અનેક લોકોની જિંદગી બરબાદ કરી નાખી હોવાની અરજી થઇ છે. આ વ્યાજખોરે અનેક લોકોને ઉંચા વ્યાજે રુપિયા આપ્યાં હતા, જે લોકો પૈસા પાછા આપી શકે તેમ ન હતા તે લોકોને કિડની વેચવા માટે મજબૂર કરાતા હોવાના આરોપ લાગ્યા છે.

વ્યાજખોર અશોક પરમારે અંદાજે 9 જેટલા લોકોની કિડની કાઢી લીધી હોવાની વાતો વહી રહી છે, આ વ્યાજખોર લોકોને દિલ્હી લઇ જતો હતો અહીં ઓપરેશન કરાવીને કિડની કાઢી લેતો હતો. આ કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે ગોપાલ પરમારે વ્યાજખોર અશોક પરમાર સામે જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને અરજી આપી હતી. જો કે આ મામલો સાચો છે કે કેમ તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે.

હાલમાં પોલીસે આખા ગુજરાતને હચમચાવી નાખે તેવા આ કૌભાંડની તપાસ હાથ ધરી છે

5 વર્ષ પહેલા પણ આ ગામના લોકોએ પૈસાની જરૂરિયાત હોવાથી કિડની વેંચી હતી

અશોક પરમાર જ આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યો હોવાના આરોપ

ફરિયાદીએ અશોક પરમાર પાસેથી 20 હજાર રૂપિયા 30 ટકાના વ્યાજે લીધા હતા.30 ટકા વ્યાજ લઇને અશોક પરમારે 20 હજારના 50 હજાર કરી નાખ્યાં હતા, ત્યાર બાદ વારંવાર ફરિયાદીની હેરાનગતિ થઇ રહી હતી. બાદમાં છેતરપિંડી કરીને ફરિયાદીને દિલ્હી લઇ જવાયા હતા અને ત્યાં ફરિયાદીને આ વાતની ખબર પડી કે અહીં તો કિડની કાઢવાનું આખું ષડયંત્ર ચાલી રહ્યું છે, જેથી તે કોઇ રીતે અહીંથી ભાગી ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch