Fri,26 April 2024,8:29 am
Print
header

ત્રણ દિવસમાં 1 લાખ જેટલા પ્રવાસીઓ ઉમટ્યાં, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભીડ ભેગી થઇ રહી છે

કેવડિયાઃ સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે, જન્માષ્ટમીની રજાઓ હોવાથી અહીં ત્રણ જ દિવસમાં 1 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જેને કારણે આજે મેન્ટેનન્સ માટે પણ આ જગ્યાને બંધ રખાઇ નથી.આટલી મોટી સંખ્યામાં ગુજરાત અને દેશભરમાંથી પ્રવાસીઓ અહીં આવી રહ્યાં છે, જેથી તંત્ર દ્વારા અહી વધુ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અગાઉ કોરોનાની સ્થિતીને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ કરાયું હતુ અને હવે જ્યારે શરૂ કરાયું છે તો પર્યટકોની ભીડ જામી છે આટલી મોટી ભીડને કારણે કોરોના સંક્રમણનો ખતરો થઇ શકે છે જો કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વહીવટ વિભાગે લોકોને કોરોનાના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા પણ જણાવ્યું છે.નોંધનિય છે કે કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સિવાય બગીચા અને પ્રાણીસંગ્રહાયલ સહિત અનેક નવા નજરાણાં ઉમેરાયા છે.જેથી પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch