Sat,27 April 2024,12:15 am
Print
header

જુનિયર કલાર્કની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા- Gujarat Post

ગાંધીનગરઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. 8 જાન્યુઆરીએ યોજાનાર પરીક્ષા હવે 29 જાન્યુઆરીએ યોજાશે.

જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ બદલવાની માંગ કરતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને આવેદનપત્ર આપ્યું હતું. GPSC અને પંચાયત વિભાગની પરીક્ષા એક જ દિવસે હોવાથી અન્ય પરીક્ષા આપવા ઇચ્છતા વિધાર્થીઓને મુશ્કેલી સર્જાશે, સરકાર સમક્ષ માંગ કરવામાં હતી કે તારીખોમાં ફેરબદલ કરવામાં આવે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 08 જાન્યુઆરી 2023ના રોજ યોજાવાની હતી. આ દિવસે અન્ય પરીક્ષી હોવાથી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરી 2023ને રવિવારના રોજ સવારે 11 વાગ્યે યોજાશે. તલાટી કમ મંત્રીની પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવશે તે માટેની જાહેરાત મંડળ દ્રારા કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch