Fri,26 April 2024,5:50 am
Print
header

પેપર ફોડ ગેંગ પર પોલીસ રાખશે નજર ! જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને સરકારે જાહેર કર્યાં નિયમો

પ્રતિકાત્મક ફોટો 

અગાઉ પેપર ફોડ કૌભાંડમાં જેમના નામ આવ્યાં છે તેમને નજરકેદ કરોઃ યુવરાજસિંહ 

ગાંધીનગરઃ અનેક સરકારી પરીક્ષાઓના પેપરો ફૂટી ગયા પછી હવે ફરી એક વખત રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઇ રહી છે, જેમાં પેપર ફોડ ગેંગ પર પોલીસ નજર રાખી શકે છે અને પેપર ન ફૂટે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઇ છે, જેમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ ધારા 144 લાગુ કરાશે, લોકો અહીં ભેગા થઇ શકશે નહીં, સેન્ટરની નજીકના ઝેરોક્ષ મશિન બંધ રાખવામાં આવશે. પરીક્ષાર્થી મોબાઇલ કે અન્ય ડિવાઇસ ક્લાસમાં લઇને જઇ શકશે નહીં.

પરીક્ષા કેન્દ્રની આસપાસ 4થી વધુ લોકો નહીં થઇ શકે ભેગા 

હજારો ઉમેદવારો આપશે જુનિયર કલાર્કની પરીક્ષા 

29 ફેબ્રુઆરી રવિવારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે, જેમાં સવારે 11 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે પેપર યોજાશે. જો પરીક્ષામાં કોઇ ગેરરીતિ કરતા પકડાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. લાખો ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે તે પહેલા સરકાર દ્વારા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch