ગોંડલઃ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ સામે જૂનાગઢ પોલીસે ગુનો દાખલ કર્યો છે. કુલ 10 લોકો સામે પોલીસે ફરિયાદ કરી છે, આ તમામ લોકો સામે એટ્રોસિટી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાંનો કેસ થયો છે.
દલિત યુવકને માર મારીને તેનું અપહરણ કરવાનો ગુનો દાખલ થયા પછી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદ મુજબ સંજય રાજુભાઈ સોલંકી કોરિયોગ્રાફરનું કામ કરે છે અને તે પોતાના પુત્ર સાથે બાઇક પર જતો હતો ત્યારે એક કાર ઝડપથી જતી હતી અને તેની સાથે અચાનક બબાલ કરી હતી. બાદમાં સંજય ઘરે પહોંચ્યો ત્યારે અહીં બે કાર આવી હતી અને તેમાંથી ગણેશ સહિતના લોકો ઉતર્યાં હતા અને તેમને ધમકી આપી હતી.બાદમાં સંજયના પિતાના કહેવાથી સમાધાન કરાયું હતુ.
જો કે બાદમાં ફરીથી આ લોકો પાછા આવ્યાં હતા અને સંજયની બાઇકને ટક્કર મારીને તેને નીચે પાડ્યો હતો અને તેનું કારમાં અપહરણ કરીને માર મરાયો હતો. તેને કારમાં ગોંડલ લઇ જઇને કપડા ઉતારીને ફરીથી માર મરાયો હતો, તેનો વીડિયો ઉતારીને માફી મંગાવી હતી. બાદમાં તેને જૂનાગઢમાં ઉતારી દેવામાં આવ્યો હતો.
નોંધનિય છે કે સંજય સોલંકી જૂનાગઢ NSUI શહેર પ્રમુખ છે. હવે આ કેસમાં એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ગૃહમંત્રી અમિત શાહે કાપી પતંગ, લપેટ લપેટની બૂમો સાથે કાર્યકર્તાઓનો દેખાયો ઉત્સાહ | 2025-01-14 12:19:20
ધોળકામાં ગુસ્સે ભરાયેલી જનતાએ અધિકારી પર કર્યો નકલી નોટોનો વરસાદ, જુઓ વાયરલ વીડિયો- Gujarat Post | 2025-01-14 11:55:58
વરઘોડો ન કાઢવા લાંચ...અમદાવાદના નિકોલમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.65,000ની લાંચ લેતા ઝડપાયો- Gujarat Post | 2025-01-14 11:44:25
રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post | 2025-01-14 11:39:46
ACB ટ્રેપઃ વડોદરાની ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો | 2025-01-14 11:38:09
જામનગરના પીરોટન ટાપુ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ધાર્મિક દબાણો દૂર કરાયા- Gujarat Post | 2025-01-13 12:19:32
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
રાજકોટમાં ધારાસભ્ય રમેશ ટીલાળાના પરિવારમાં કકળાટ, બહેનોએ 200 કરોડ રૂપિયાની જમીનને લઇને લગાવ્યાં આરોપ | 2025-01-07 11:00:10
ACB ટ્રેપમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા, આટલા રૂપિયાની લીધી હતી લાંચ | 2025-01-07 09:16:36