Fri,26 April 2024,5:49 am
Print
header

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિધાનસભા સત્રમાંથી સસ્પેન્ડ, અયોગ્ય વર્તન કરવા બદલ અધ્યક્ષે કાર્યવાહી કરી

ગાંધીનગર: વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસે ગાંધીનગરમાં ઉગ્ર પ્રદર્શન કરીને ભાજપ સરકારનો વિરોધ દર્શાવ્યો હતો, જ્યારે ગૃહની કાર્યવાહીમાં પણ કોંગ્રેસે અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ અને ડીપીએસ સ્કૂલનો મુદ્દો ગાજ્યો હતો. આ બધાની વચ્ચે સંવિધાન દિવસની ઉજવણી મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બોલી રહ્યાં હતા ત્યારે જીગ્નેશ મેવાણીએ અયોગ્ય વર્તન કર્યું હતુ, તેમને કહ્યું કે શું તમે મનુ સ્મૃતિમાં માનો છો ? તે વખતે અયોગ્ય વર્તન બદલ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ચેતવણી આપી હતી. તેમ છંતા મેવાણી પોતાની મનમાણી ચાલુ રાખતા ઉંચા અવાજે બોલી રહ્યાં હતા, જેથી માર્શલ બોલાવીને તેમને ગૃહની બહાર કઢાયા હતા.

મુખ્યમંત્રીએ મેવાણીને 3 દિવસ સુધી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો, ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતુ, કોંગ્રેસના અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે 1 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, આખરે તેમને સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. 

બીજી બાજુ જીગ્નેશ મેવાણીએ કહ્યું છે કે જે લોકો થાનગઢમાં દલિતોની છાતી પર ગોળી મારે છે, જે લોકો બાબાસાહેબના બંધારણને દરિયામાં ફેકવાની વાત કરે છે, તે લોકો કયા મોઢે સંવિધાન દિવસ ઉજવવાની વાત કરે છે, સાથે મેવાણીએ કહ્યું કે હું કોઇ જ મુદ્દે ગૃહમાં માફી માંગવાનો નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch