Fri,26 April 2024,5:27 pm
Print
header

Shinzo Abe: જાપાનના પૂર્વ PM શિંજો આબેની ગોળી મારીને હત્યા, હોસ્પિટલમાં તોડ્યો દમ- Gujarat post

ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુખ

આબે પર આ હુમલો થયો ત્યારે તેઓ એક નાની જાહેર સભાને સંબોધિત કરી રહ્યાં હતા

શિંજો આબેની હત્યા બાદ દુનિયાના તમામ મોટા નેતાઓએ શોક વ્યક્ત કર્યો

જાપાનઃ પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની ગોળી  મારીને હત્યા કરી નાખવામાં આવી છે. નારા શહેરમાં એક વ્યક્તિએ તેમના પર પાછળથી ગોળીબાર કર્યો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓને બચાવી શકાયા ન હતા. જ્યારે શિંજો આબે પર આ હુમલો થયો ત્યારે તેઓ એક નાની જાહેર સભાને સંબોધિત કરી રહ્યાં હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોળી માર્યાં બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. NHK ચેનલને ટાંકીને આ માહિતી બહાર આવી છે. શિંજો આબેની હત્યા બાદ દુનિયાના તમામ મોટા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

ઘણા કલાકો સુધી બચાવવાનો પ્રયાસ કર્યો

ગોળી વાગ્યા બાદ શિંજો આબેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં લગભગ ચારથી પાંચ કલાક સુધી તેમની સારવાર કરવામાં આવી હતી, પરંતુ ડોક્ટર તેમને બચાવી શક્યા ન હતા. તેમના પર થયેલા આ હુમલાની દરેક જગ્યાએ નીંદા થઈ રહી છે. વિશ્વના તમામ મોટા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

હુમલાખોરે શિંજો આબે પર પાછળથી બે ગોળીઓ ચલાવી હતી, જે બાદ આબે જમીન પર પડી ગયા હતા. ત્યાં હાજર લોકોએ શિંજો આબેને CPR આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને હેલિકોપ્ટર દ્વારા ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોરની ઓળખ 41 વર્ષીય તેત્સુયા યામાગામી તરીકે થઈ છે. જેની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી હતી. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે, આ હત્યા પાછળનું કારણ શું હતું તે સ્પષ્ટ થયું નથી.

જાપાનના પીએમએ શું કહ્યું?

શિંજો આબે પર થયેલા આ હુમલા બાદ જાપાનના પીએમ ફ્યૂમિયો કિશિદા મીડિયા સામે આવ્યા અને તેમણે આ ઘટનાની નિંદા કરી. કિશિદાએ કહ્યું કે દેશમાં આવી ઘટનાને સહન કરવામાં આવશે નહીં. જાપાનના પીએમે તેને અસંસ્કારી અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. 10 જુલાઈએ યોજાનારી ચૂંટણીને મોકૂફ રાખવામાં આવશે કે નહીં, આ માટે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch