Wed,17 April 2024,4:17 am
Print
header

જામનગરમાંથી અંદાજે 6 કરોડ રૂપિયાનું 10 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું- gujarat post

જામનગરઃ ગુજરાત પોલીસ અને અન્ય એજન્સીઓએ સાથે મળીને ડ્રગ્સ માફીયાઓની ઉંઘ ઉડાવી દીધી છે, એક પછી એક મોટા ઓપરેશન થઇ રહ્યાં છે, ડ્રગ્સ સામેની મુહિમ રંગ લાવી રહી છે, હવે જામનગરમાંથી ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, 10 કિલો જેટલા એમડી ડ્રગ્સની કિંમત 6 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે. નેવી ઇન્ટેલિજન્સના સહયોગથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

પોલીસે ત્રણ ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે, આ ડ્રગ્સનો જથ્થો તેઓ જામનગર અને અન્ય શહેરોમાં વેચવાની ફિરાકમાં હતા અને પોલીસે બાતમીને આધારે તેમને ઝડપી પાડ્યાં છે. અગાઉ પણ જામનગરથી આવી રીતે ડ્રગ્સ ઝડપાઇ ચુક્યું છે.

છેલ્લા એક જ વર્ષમાં ગુજરાતમાંથી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, પોલીસની સક્રિયતાને કારણે ડ્રગ્સ માફિયાઓ પર તવાઇ આવી છે, યુવા ધનને બદબાદ કરનારાઓ સામે પોલીસ મોટી કાર્યવાહી કરી રહી છે. ગુજરાત પોલીસ, એટીએસ, એનસીબી, ડીઆરઆઇ જેવી એજન્સીઓની સક્રિયતાને કારણે ડ્રગ્સનો આ જથ્થો પકડાઇ રહ્યો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch