Sat,04 May 2024,9:53 pm
Print
header

20 લોકોનાં મોત...ગાઝામાં લોકો રાહત સામગ્રીની રાહ જોઈ રહ્યાં હતા અને તેમના પર થયો ગોળીબાર

ઇઝરાયેલ હમાસ યુદ્ધઃ ગાઝામાં ઇઝરાયેલે કરેલા ગોળીબારમાં 20 લોકોનાં મોત થયા છે. અને 155 લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. પેલેસ્ટાઈને આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ગુરુવારના ગોળીબારમાં માર્યાં ગયેલા 20 લોકો અને 155 ઘાયલ લોકો ભૂખ્યાં હતા અને રાહત સામગ્રીની રાહ જોઈ રહ્યાં હતા. આ દરમિયાન ગોળીબાર થયો હતો.

અલ શિફા હોસ્પિટલના ઇમરજન્સી યુનિટના ડૉક્ટર મોહમ્મદે જણાવ્યું કે મૃત્યુઆંક વધવાની ધારણા છે. કારણ કે ઘાયલોને હજુ પણ અન્ય હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે.

પેલેસ્ટાઈને ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ ઘટના માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. ભૂખ્યા અને તરસ્યા લોકો ગાઝાના કુવૈત ઈન્ટરસેક્શન પર રાહત સામગ્રીની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારબાદ આ નાગરિકો પર ઈઝરાયેલ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. 

ગાઝા નાગરિક સંરક્ષણના પ્રવક્તા મહમૂદ બસ્સલે જણાવ્યું કે ઈઝરાયેલી સેના હજુ પણ ઉત્તરી ગાઝા પટ્ટીમાં રાહત પુરવઠાની રાહ જોઈ રહેલા નિર્દોષ નાગરિકોને મારી નાખવાની નીતિ અપનાવી રહી છે. ઇઝરાયેલી સંરક્ષણ દળો (IDF) એ જાહેરાત કરી કે માનવતાવાદી સહાય પ્રથમ વખત દરિયાઈ માર્ગે ગાઝામાં પ્રવેશ કરશે.

હમાસના ઓપરેશન યુનિટ કમાન્ડર પર નિશાના

IDFએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું કે ગાઝામાં હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગે માનવતાવાદી સહાય પહોંચાડવામાં આવી રહી છે. પ્રથમ વખત માનવતાવાદી સહાય દરિયાઈ માર્ગે ગાઝા પહોંચશે. ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રફાહમાં હમાસના ઓપરેશન યુનિટના કમાન્ડર મોહમ્મદ અબુ હસનાને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. લેબનોનમાં હમાસનો આતંકવાદી હાદી અલી મુસ્તફા ઇઝરાયેલ અને યહૂદીઓ વચ્ચે આતંકવાદી ષડયંત્ર રચવા માટે જવાબદાર છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch