Sat,27 April 2024,8:31 am
Print
header

ISI ના હની ટ્રેપમાં ફસાયો હતો પાકિસ્તાન માટે જાસૂસી કરનાર દિપક- Gujarat Post

રાજસ્થાનની નૂર ફાતેમાએ છ વખત નાણાં ટ્રાન્સફર કર્યાં હોવાનું જાણવા મળ્યું 

સુરતઃ ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં રહેલા એક શખ્સની ધરપકડ કરી હતી. જેમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યાં છે. દિપક નામનો આ શખ્સ ISIના હની ટ્રેપમાં ફસાયો હોવાનો ખુલાસો થયો છે. પૂનમ શર્માના નામે જાસૂસ દિપક સાથે ચેટીંગ કરતો હતો. આ જાસૂસ દિપકને બીએસએફનો જવાન માનતો હતો. દિપકે સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવ્યું હોવાથી બધા તેને સેનાનો જવાન માનતા હતા, અને તેની પાસેથી સંવેદનશીલ માહિતી લેવાઇ રહી હતી.

ISI એ ઓનલાઈન બિછાવી હતી જાળ

આઈએસઆઈએએ ઓનલાઈન જે જાળ બિછાવી હતી, તેમાં તે ફસાઈ ગયો હતો. દિપકે ફેક આઈડી બનાવી હતી તેના કારણે જ તે ફસાયો હોવાનું બહાર આવ્યું છે. દિપકે સામે પત્નીના મોબાઈલથી ફોન કર્યો હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. દિપકને રાજસ્થાનની નૂર ફાતેમાએ છ વખત નાણાં ટ્રાન્સફર કર્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
ગઈકાલે આ વિગતો આવી હતી સામે

સુરતના ડીંડોળીના દિપકની ધરપકડ બાદ સુરત પોલીસે તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. હવે એક પછી એક ચોંકવનારા ખુલાસા થઇ રહ્યાં છે. વિગતો મળી હતી કે, દિપક સાલુકે 2022 થી કરાંચીના હમીદ નામના વ્યક્તિના સંપર્કમાં હતો.તેને  હમીદને રાજસ્થાનના પોખરણ ખાતેના આર્મી બેઝના ફોટો મોકલ્યાં હતા. પોખરણમાં સેનાની ગતિવિધિઓની માહિતી આપવા માટે પણ પૈસા લીધા હતા, તેના બેંક ખાતામાં 75,856 રૂપિયા આવ્યાં હતા.  

પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના એજન્ટ સાથે સંપર્ક ધરાવનાર અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર દિપકની પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ થઇ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch