Thu,02 May 2024,6:47 am
Print
header

હથોડીથી હત્યા...અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની હથોડીના અનેક ઘા મારીન કરાઇ હત્યા, વિદ્યાર્થીએ હત્યારા ડ્રગ્સના વ્યસનીને કરી હતી મદદ

હુમલાખોર જુલિયન ફોકનરે નિર્દયતાથી વિવેક સૈનીના માથા પર હથોડી વડે ઘા કર્યાં હતા

અમેરિકાઃ જ્યોર્જિયાના લિથોનિયા શહેરમાં એક 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને એક બેઘર ડ્રગ્સ એડિક્ટ દ્વારા માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થી છેલ્લા કેટલાક દિવસોથી નશાખોરને મદદ કરી રહ્યો હતો. હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

ભારતીય વિદ્યાર્થીની હત્યા

સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે આરોપી જુલિયન ફોકનરે વિવેક સૈનીના માથા પર હથોડી વડે અનેક વખત ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. મૃતક એક સ્ટોરમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો, જ્યાં તેણે છેલ્લા બે દિવસથી બેઘર ડ્રગ એડિક્ટને ચિપ્સ, કોક, પાણી અને એક જેકેટ આપીને મદદ કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મૃતકે આરોપીને સ્ટોરમાંથી બહાર જવાનું કહ્યું હતું. જેના કારણે 16 જાન્યુઆરીના રોજ આરોપીએ મૃતક પર હુમલો કર્યો હતો.

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેઓને ફોકનર મૃતદેહની પાસે જ મળ્યો હતો. ભારતીય વિદ્યાર્થી વિવેક સૈની બે વર્ષ પહેલા  બી.ટેક પૂર્ણ કર્યાં બાદ અમેરિકા આવ્યો હતો. તેને તાજેતરમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. તેના પરિવારજનોએ જણાવ્યું કે તે એક હોનહાર વિદ્યાર્થી હતો. મૃતકના માતા-પિતા આ ઘટનાથી આઘાતમાં છે. પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch