Thu,02 May 2024,3:00 am
Print
header

હવે દુશ્મનોને જડબાતોડ જવાબ મળશે, ફ્રાન્સે ભારતને 3 રાફેલ લડાકુ ફાઇટર વિમાન સોંપ્યાં

નવી દિલ્હી: જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી તે ફાઇટર વિમાન રાફેલ ભારતને મળી ગયા છે, લોકસભામાં કેન્દ્ર સરકાર તરફથી રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે માહિતી આપી છે કે ફ્રાન્સે ભારતને 3 વિમાન રાફેલ સોંપી દીધા છે અને ભારતીય વાયુસેના તેનું પ્રશિક્ષણ કરી રહી છે, પાયલોટ દ્વારા તેની ટેકનીકલ ટ્રેનિંગ થઇ રહી છે, અગાઉ રક્ષામંત્રી રાજનાથસિંહ ફ્રાન્સના એરબેઝ પર પહોંચ્યાં હતા અને પૂજા કરીને વિમાનની ડિલિવરી મેળવી હતી.

અત્યઆધુનિક રાફેલ વિમાનોની ખરીદીને લઇને ભારતે ફ્રાન્સ સાથે 36 વિમાનોની 59 હજાર કરોડ રૂપિયાની ડીલ કરી છે અને તે અલગ અલગ સમયે ભારતને સોંપવામાં આવશે, આ વિમાનો પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોને જવાબ આપવા સજ્જ છે, રાતના સમયે પણ ટાર્ગેટ પર નિશાન સાધવા અને પરમાણું મિસાઇલથી સજ્જ રાફેલને પહેલા પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch