Tue,14 May 2024,5:49 pm
Print
header

હનીસિંહને ગેંગસ્ટર ગોલ્ડી બરાડે આપી ધમકી, પોલીસ પાસે માંગી મદદ, કહ્યું- મને મોતનો ડર છે

મુંબઇઃ ફેમસ સિંગર અને રેપર હનીસિંહ મુશ્કેલીમાં છે. હનીસિંહને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરાડે ધમકી આપી છે. આ ફરિયાદ હનીસિંહની ઓફિસ તરફથી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આપવામાં આવી છે. પછી હની પોતે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પહોંચી ગયો છે. આ વોઇસ નોટની તપાસ કરીને સ્પેશિયલ સેલ વધુ તપાસ કરી રહી છે.

હનીસિંહને મળી ધમકી

ગોલ્ડી તરફથી આવેલી વૉઇસ નોટમાં વાસ્તવિક ખતરો શું છે, હનીએ તેનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ સમય આવે ત્યારે બધું જણાવવાનું કહ્યું હતું. હનીસિંહે કહ્યું કે હું પોલીસ કમિશનરને મળ્યો હતો, કોઈએ મને અને મારા સ્ટાફને ફોન કર્યો હતો.ગોલ્ડી બરાડના નામથી કોઈએ ફોન કર્યો હતો. મેં સીપી સરને સુરક્ષા આપવા વિનંતી કરી છે. મને બહુ ડર લાગે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે હનીને શું ધમકીઓ મળી છે તો તેણે કહ્યું કે હું હવે આ બધું જાહેર કરી શકું તેમ નથી. હું દરેક બાબતની સલાહ લઈશ અને તમને જાણ કરીશ. મેં પોલીસને તમામ પુરાવા આપ્યાં છે.

હનીસિંહ ડરી ગયો છે

આ ઘટનાથી હનીસિંહ આઘાતમાં છે. તેને કહ્યું કે મારી સાથે જીવનમાં પહેલીવાર આવું બન્યું છે. લોકોએ હંમેશા ભરપૂર પ્રેમ આપ્યો છે. આવી ધમકી પહેલીવાર આવી છે. મને બહુ ડર લાગે છે સાહેબ. આખો પરિવાર ડરી ગયો છે. મૃત્યુથી કોન નથી ડરતું. હું મારી આખી જીંદગીમાં ફક્ત મૃત્યુંથી જ ડરું છું. મેં પોલીસ પાસે માત્ર માંગણી કરી છે કે મને સુરક્ષા આપવી જોઈએ. મને વિદેશી નંબર પરથી ફોન આવ્યો છે.

કોન છે ગોલ્ડી ?

ગોલ્ડી બરાડ સિદ્ધુ મુસેવાલાની હત્યાનો મુખ્ય આરોપી છે, જે હાલ ફરાર છે. પોલીસ ગોલ્ડીને શોધી રહી છે. હનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેનું છેલ્લું લોકેશન કેનેડા હોવાનું જાણવા મળ્યું છે. ગોલ્ડી બરાડનું સાચું નામ સતવિંદરજીત સિંહ છે. ગોલ્ડી લોરેન્સ બિશ્નોઈ માટે ખૂબ જ ખાસ છે. ગેંગસ્ટર કેનેડામાંથી જ આખી ગેંગ ચલાવે છે. ગોલ્ડીએ હની પહેલા બોલિવુડ એક્ટર સલમાન ખાનને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેણે માર્ચ 2023માં એક ઈમેલ મોકલીને સલમાનને ધમકી આપી હતી. આ ફરિયાદ મળતાં પોલીસે સલમાનના ઘરની સુરક્ષા વધારી દીધી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch