Fri,26 April 2024,11:40 pm
Print
header

હોનેસ્ટમાંથી ફૂડ મંગાવનારાઓ ચેતી જાજો ! અભિનેતાએ મંગાવેલા ફૂડમાંથી નીકળ્યો મરેલો વંદો -Gujarat Post News

ઓનલાઈન ફૂડ મંગાવ્યું અને દાળમાંથી નીકળ્યો વંદો

હોનેસ્ટ લખે છે અમે Trusted Brand અને તેના ફૂડમાંથી નીકળે છે વંદો !

અમદાવાદ: આજકાલ લોકો ઓનલાઇને ફૂડ પસંદ કરી રહ્યાં છે, પરંતુ હોટલો તમને ઓનલાઇન ફૂડમાં ગમે તે વસ્તુઓ મોકલાવી રહી છે, જે તમારા આરોગ્ય માટે હાનિકારક છે, હવે શહેરની જાણીતી હોનેસ્ટ રેસ્ટોરેન્ટમાંથી ગુજરાતી અભિનેતા હેમાંગ દવેએ ફૂડ મંગાવ્યું અને તેમાં જોયું તો મરેલો વંદો હતો, જેથી અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને હોટલ સામે રોષ વ્યક્ત કર્યો છે.

હોનેસ્ટ એક જાણીતી હોટલ ચેઇન છે, તેની પ્રહલાદનગર બ્રાન્ચમાંથી અભિનેતાએ ડિનર પેક ઓર્ડર કર્યું હતુ, પરંતુ દાળનું પાર્સલ જેવું ખોલ્યું ત્યાં જ તેમાં મરેલો વંદો દેખાયો હતો, જેથી તેમને હોટલ સામે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોના આરોગ્ય સાથે આવી બેદરકારી રાખનારી આવી હોટલો સામે પગલા લેવા જોઇએ.

અગાઉ પણ આવી જ રીતે શહેરની અનેક હોટલોના ફૂડ પેકેટમાં વંદો કે અન્ય કોઇ વસ્તુઓ નીકળી હોવાના કિસ્સા છે ત્યારે ઓનલાઇન ફૂડ મંગાવનારા લોકોએ ચેતી જવાની જરૂર છે.ઓનલાઇન ફૂડના નામે તમને બિન આરોગ્યપ્રદ વસ્તુઓ પધરાવવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch