Fri,26 April 2024,2:54 pm
Print
header

સુરક્ષા એજન્સીઓ એલર્ટ, 15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં ડ્રોન દ્વારા મોટા આતંકી હુમલાનું ષડયંત્ર

નવી દિલ્હી: દિલ્હીમાં આતંકી હુમલાની આશંકાને લઈને સુરક્ષા એજન્સીઓએ  હાઈ એલર્ટ જારી કર્યું છે.એજન્સીઓની જાણકારી અનુસાર આતંકી ડ્રોનથી દિલ્હીમાં મોટો આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓએ દિલ્હી પોલીસને સતર્ક કરી છે. એજન્સીઓએ જાણ કરી છે કે 15 ઓગસ્ટ પહેલા ખાસ કરીને 5 ઓગસ્ટ જે દિવસે જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવાઈ હતી, આ દિવસે ડ્રોનના માધ્યમથી દિલ્હીમાં હુમલો કરવાનું કાવતરુ આતંકીઓ કરી રહ્યાં છે. સુરક્ષા એજન્સીઓના એલર્ટ પ્રમાણે ડ્રોન દ્વારા દિલ્હીમાં મોટા આતંકી ષડયંત્રને અંજામ આપી શકાય છે.15 ઓગસ્ટ પહેલા આતંકીઓ દિલ્હીમાં ધમાકો કરી શકે છે. રાજધાની દિલ્હીમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે તેવામાં આતંકી હુમલાનો ખતરો વધી જાય છે.

દિલ્હી પોલીસને સુરક્ષા એજન્સીઓ તરફથી એલર્ટ કરવામાં આવી કે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો હતો આ આ દિવસે આતંકીઓ રાજધાનીમાં કોઈ ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે. દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓને પ્રથમવાર ડ્રોનના ખતરાનો સામનો કરવા સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.આ ટ્રેનિંગમાં સોફ્ટ Kill અને હાર્ડ Kill ટ્રેનિંગ સામેલ છે. એલર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે એન્ટી સોશિયલ એલીમેન્ટ આતંકી કે સ્લીપર સેલ આવી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ સિવાય કોવિડને બહાનુ બનાવી દેશનો માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર પણ આતંકીઓનું છે. 

ડ્રોન હુમલાના ખતરાને જોતા ઈન્ડિયન એર ફોર્સ હેડક્વાર્ટરમાં એક વિશેષ ડ્રોન કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, તેથી આવા કોઈ હુમલાને રોકી શકાય. સિવાય પાછલા વર્ષની તુલનામાં ડબલ એટલે કે 4 એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લાલ કિલ્લા પર લગાવવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch