Tue,07 May 2024,1:23 pm
Print
header

આ બોર ખાવાથી તમારાથી હૃદયના રોગો રહેશે દૂર, રોગપ્રતિકારક શક્તિ વધે છે !

મીઠા અને ખાટા બોરથી કોણ પરિચિત નહીં હોય ? બોરનું નામ સાંભળતા જ મનમાં નાના લાલ પીળા લીલા રંગના ફળોની છબી ઉભરી આવે છે. બોરમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં આવા અનેક ગુણ હોય છે. જે શરીરમાં લોહીનો પ્રવાહ વધારી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે બોર ખાવાથી હૃદયની બીમારીઓ પણ દૂર રહે છે. તેમાં ભરપૂર મિનરલ્સ પણ હોય છે.

કાચા સફરજન જેવા લાગતા આ બોરમાં અદ્ભભૂત રોગ પ્રતિકારક શક્તિ હોય છે, જેના કારણે આ ખાવાથી ફંગલ જેવા રોગોનું જોખમ ઓછું રહે છે. બોરની આ વિવિધતા કાચા સફરજન જેવી લાગે છે. જે સ્વાદમાં મીઠા અને ખાટા હોય છે. તેને ખેડૂતનું સફરજન પણ કહેવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. આ બોર મોટી માત્રામાં વેચાઈ રહ્યાં છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ બોરની બજારોમાં સૌથી વધુ માંગ છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar