Tue,07 May 2024,1:39 pm
Print
header

આ છાલ અમૃત જેવી છે...! હાર્ટ બ્લોકેજની સમસ્યા ઝડપથી ખતમ થઈ જાય છે ! જાણો તેના અદ્ભભૂત ફાયદા

આયુર્વેદમાં ઘણા વૃક્ષો અને છોડના ફાયદા વર્ણવવામાં આવ્યાં છે, જેમાંથી મોટાભાગના જંગલોમાં જોવા મળે છે. તેમની છાલ અને પાંદડા ઘણા રોગોમાં ઉપયોગી છે. આજે અમે તમને અર્જુનની છાલ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે હાર્ટ બ્લોકેજને દૂર કરે છે અને હૃદયને મજબૂત બનાવે છે. આ સિવાય તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉત્તમ છે.અર્જુનની છાલના ઉપયોગને આયુર્વેદમાં ઔષધ તરીકે વર્ણવવામાં આવી છે.

અર્જુન વૃક્ષ ઔષધીય ગુણોથી ભરપૂર છે, તેથી જ ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ છે. સાથે જ અર્જુનની છાલ શરીરને અનેક રોગોથી બચાવે છે, પરંતુ અર્જુનની છાલનો ઉપયોગ હૃદય સંબંધિત રોગો માટે રામબાણ છે. અર્જુનની છાલના ઉપયોગ અને હાર્ટ સ્ટ્રોક, હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર જેવા હાર્ટ સંબંધિત રોગોમાં તેના ફાયદાઓ પર અત્યાર સુધી ઘણા અભ્યાસ કરવામાં આવ્યાં છે.

અર્જુનની છાલમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. તેનાથી શરીરની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આયુર્વેદમાં ઉકાળાના રૂપમાં તેનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ છે. આ સિવાય અર્જુનની છાલ હૃદય માટે ખૂબ જ સારી દવા છે. તે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. SDL સ્તર વધે છે. જો કોઈને હાર્ટ બ્લોકેજની સમસ્યા હોય તો તેના માટે પણ અર્જુનની છાલ ખૂબ જ સારી છે. તે હૃદયને સ્વસ્થ બનાવે છે. તે શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારે છે, જે ડાયાબિટીશને નિયંત્રણમાં રાખે છે. રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે, જે રોગો સામે રક્ષણ આપે છે.

અર્જુનની છાલ ગળાના ઈન્ફેક્શનમાં પણ અસરકારક

અર્જુન છાલ કફ, ઈન્ફેક્શન, ગળામાં દુખાવો, શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. અર્જુનની છાલનો એક નાનો ટુકડો રાતભર પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ઉકાળીને ગાળીને પી લો. આ ઉકાળો દરરોજ લેવાથી અદ્ભભૂત સ્વાસ્થ્ય લાભ થાય છે.અર્જુન ટેબ્લેટ અને પાઉડર પણ બજારમાં ઉપલબ્ધ છે, જે તબીબી સલાહ બાદ લઈ શકાય છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar